NCP Leader Ajit Pawar Says, Will not take oath as Minister Today
  • Home
  • Assembly Election
  • શપથ ગ્રહણના 2 કલાક પહેલા જ અજીત પવારનો ધડાકો, સરકાર રચાયા પહેલા જ શંકાના વાદળ

શપથ ગ્રહણના 2 કલાક પહેલા જ અજીત પવારનો ધડાકો, સરકાર રચાયા પહેલા જ શંકાના વાદળ

 | 4:24 pm IST

મહારાષ્ટ્રમાં આજથી ઉદ્ધવ રાજનો પ્રારંભ થશે. શિવાજી પાર્ક ખાતે મંચ પણ સજી ગયો છે પરંતુ એનસીપીના નેતા અજીત પવારને લઈને ફરી એકવાર સસ્પેન્સ સર્જાયુ છે. અજીત પવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા જ કહ્યું છે કે, તેઓ આજે શપથ નહીં લે. આજે ઉદ્ધવ ઠાકરે ઉપરાંત શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કુલ છ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.

એનસીપીએ પ્રમુખ શરદ પવારના ઘરે સિલ્વર ઓકમાં એનસીપીના વરિષ્ઠ નેતાઓની આજે બપોરે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જયંત પાટિલ અને પ્રફુલ પટેલ ઉપરાંત અજીત પવાર પણ તેમાં શામેલ થયા હતાં. બેઠકમાંથી બહાર આવતા જ અજીત પવારે કહ્યું હતું કે, હું આજે શપથ ગ્રહણ નહીં કરૂ. આજે ગઠબંધનની તમામ પાર્ટીના બે-બે નેતાઓ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. એનસીપીમાંથે છગન ભુજબળ અને જયંત પાટિલ શપથ ગ્રહણ કરશે. અજીત પવારના આ નિવેદનથી ડેપ્યુટી સીએમને લઈને ફરી એકવાર સસ્પેન્સ ઉભુ થયું છે.

આજે જયંત પાટિલે શપથ લેવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે હું મંત્રીપદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યો છું. ડેપ્યુટી સીએમ બનવાને લઈને તેમણે કહ્યું હતું કે, આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. મને આ મામલે કોઈ જ જાણકારી નથી.

શપથ ગ્રહણ સમારંભથી ઠીક પહેલા તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ થઈ ગયો છે અને તેઓ અત્યારે ક્યાં છે તેની જાણકારી અત્યારે કોઈને નથી. જો કે એનસીપીનાં પ્રવક્તાએ કહ્યું છે કે, “તેઓ ક્યાંય ગુમ નથી. તેમણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો છે, કેમકે તેમને વારંવાર કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે. પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર શપથ ગ્રહણ સમારંભમાં આવશે.”

શું અજીત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે કે કેમ તેને લઈને શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, મને આ વાતની કોઈ જ જાણકારી નથી. આ એનસીપીની આંતરીક બાબત છે. શરદ પવાર મહાવિકાસ અઘાડીના સૌથી વરિષ્ઠ નેતા છે. અજીત પવાર સહિતનાઓને કયુ પદ આપવુ તેનો નિર્ણય શરદ પવાર જ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન