NCP leader Sharad Pawar Praise Pakistani People
  • Home
  • Featured
  • દેશના આ દિગ્ગજ નેતાનું પાયાવિહોણું નિવેદન,‘પાકિસ્તાની પ્રેમ’ છલકાવી બે મોઢે કર્યા વખાણ

દેશના આ દિગ્ગજ નેતાનું પાયાવિહોણું નિવેદન,‘પાકિસ્તાની પ્રેમ’ છલકાવી બે મોઢે કર્યા વખાણ

 | 5:31 pm IST

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન બેચેન થઈ સતત ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પણ પાકિસ્તાને ભારતને બદનામ કરવાની કોશિશ કરી. પરંતુ પાકિસ્તાનનું આ પ્રયત્ન નિષ્ફળ રહ્યું અને વિશ્વ સ્તરે કોઈ પણ દેશ તરફથી તેને સહયોગ ન મળતા ભારે બેઈજ્જતીનો સામનો કરવો પડ્યો.

આ પરિસ્થિતિઓ વચ્ચે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવારનો પાકિસ્તાન પ્રેમ છલકાયો છે. શનિવારે મુંબઈ ખાતે એનસીપી ભવનમાં અલ્પસંખ્યકો માટે આયોજિત એક કાર્યક્રમમાં મોબ લિંચિગ, આર્ટિકલ 370 અને પાકિસ્તાન મુદ્દે પોતાના વિચાર પ્રકટ કરતા પવારે પાકિસ્તાનના લોકોના વખાણ કર્યા.

પવારે કહ્યું કે,‘મે પહેલા એકવાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યાં મને ખૂબજ સારો આવકારો મળ્યો હતો. હું મત મુજબ આ કહેવું ખોટું છે કે ત્યાંના લોકો નાખુશ છે અને તેમની સાથે અન્યાય થઈ રહો છે. પરંતુ અહીં સત્તા વર્ગ રાજનીતિક ફાયદા માટે આવા સંદેશ ફેલાવી રહ્યો છે.’ મોબ લિંચિંગ સિવાય આર્ટિકલ 370 પર સવાલ ઉભા કરતા પવારે કહ્યું કે,‘જમ્મુ કાશ્મીર રાજ્ય મુસ્લિમ બાહુલ્ય રાજ્ય છે આપને ત્યાંના લોકોના અધિકારોને સુરક્ષિત કરવાની જરૂર હતી. આ યોગ્ય છે કે રાજ્યમાંથી કલમ 370 હટાવવામાં આવી. પરંતુ મારું કહેવું છે કે સત્તાધીશ પાર્ટી આ સંદેશ ફેલાવી રહી છે કે અમે અલ્પસંખ્યક બહુલ રાજ્ય વિરુધ કંઇક કરી રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી જ્યારેથી કલમ 370 હટાવવામાં આવી છે. ત્યારથી જ આ મુદ્દે દેશના નેતાઓમાં અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી છે. જોકે દેશની મોટા ભાગની રાજનીતિક પાર્ટિઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. પરંતુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત અન્ય કેટલીક વિરોધી પાર્ટીઓ આ મુદ્દે સરકારને સતત ઘેરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: કાયદાની બીકે હવે અમદાવાદીઓ દોડતા થયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન