NCP MP Supriya Sule Present a Private Bill Right to Disconnect in Lok Sabha
  • Home
  • India
  • પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો? ઓફિસ બાદ બોસના આવે છે ફોન? તો વાંચો આટલું

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરો છો? ઓફિસ બાદ બોસના આવે છે ફોન? તો વાંચો આટલું

 | 5:10 pm IST

NCPનાં સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. આ બિલ દેશભરનો નોકરિયાત વર્ગ માટે સુખરૂપ સાબિત થઈ શકે છે. આ બિલમાં જોગવાઇ સુચવવામાં આવી છે તે અનુંસાર નોકરી કરનારા લોકોને નોકરીના કલાકો પુરા થયા બાદ આવતા ઇ-મેઇલ કે ફોન કોલ્સનો જવાબ નહીં આપવાનો અધિકાર મળી જશે.

આ બિલનું નામ ‘ધ રાઇટ ટૂ ડિસ્કનેક્ટ’ (Right To Disconnect) છે. આ બિલ કર્મચારી વર્ગમાં વધતા સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો કરવાના હેતુ સાથે લાવવામાં આવ્યું છે. આ બિલને કારણે કર્મચારી તેના અંગત અને વ્યવહારિક જીવન વચ્ચે સારી રીતે તાલમેલ રાખી શકશે. સાથે જ કર્મચારીનો સ્ટ્રેસ પણ ઘટશે.

જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો ઓફિસના કલાકો પછી કરવામાં આવેલા ઇ-મેઇલનો જવાબ ન આપવા પર કંપની તેના કર્મચારીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરી શકે. જો કર્મચારી નિર્ધારિત સમયથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઇમ માનવામાં આવશે.

માત્ર ભારતમાં જ આ પ્રકારના બિલ અંગે ચર્ચા ચાલી રહી હોય એવું નથી. દુનિયાના અનેક દેશો આ બિલ લાગૂ કરવાનું વિચારી રહ્યા છે.

એક જાણીતા સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આવો જ એક કાયદો સુપ્રીમ કોર્ટની મદદથી ફ્રાંસમાં લાગૂ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ન્યૂયોર્કમાં પણ આવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, તો જર્મની આવો જ કાયદો બનાવવાનું વિચાર રહ્યું છે.

28 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલા આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, એક કર્મચારી કલ્યાણ પ્રાધિકારની સ્થાપના કરવામાં આવે. જેમાં આઈટી, ટેલિકોમ અને શ્રમ મંત્રી સામેલ હશે. ડિજિટલ માધ્યમોના પ્રભાવ અંગે એક રિપોર્ટ પણ પ્રકાશિત કરવાની વાત છે.