એનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • એનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો

એનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો

 | 12:13 am IST

મુંબઈ, તા. ૨૩

નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)ના એક તાલીમાર્થી જવાને દાખવેલ શૌર્યથી પ્રભાવિત થઈને લશ્કરના અધિકારીઓએ પણ તેને સેલ્યૂટ કરી હતી.

સ્પર્ધામાં વિજય અને પરાજયની ચિંતા કર્યા વિના ઈજાગ્રસ્ત સાથીદારને પોતાના ખભા પર ઉપાડીને આ જવાન ૨.૫ કિ.મી. દોડયો અને સાબિત કર્યું કે સાથીદારને મદદ કરવી એ પોતાનું પ્રથમ કર્તવ્ય છે. પોતાનો ઈજાગ્રસ્ત સાથીદાર દોડમાં પાછળ ન રહી જાય એવી ભાવના દાખવવા બદલ હાજર રહેલા અન્ય જવાનો પણ ભાવુક થઈ ગયા હતા. આ કાર્ય બદલ તે જવાનનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો અનેતેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

આ ઘટનાથી સાબિત થાય છે કે આ એકેડમીમાં માત્ર શૂરવીરતાના નહિ પણ માનવતાના પણ પાઠ ભણાવવામાં આવે છે.

એનડીએ દર છ મહિને ક્રોસ કંટ્રી રેસનું આયોજન કરે છે. આ સ્પર્ધામાં ૧૨ કિ.મી.નું અંતર પાર કરવાનું હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ સત્રના જવાનો સિવાય તમામે ભાગ લેવો ફરજિયાત છે.

પુણેમાં આયોજિત આ સ્પર્ધામાં છઠ્ઠા અને અંતિમ સત્રના જવાન ચિરાગ અરોરાએ પોતાના સાથીદાર જેવેશ જોશીને ઝખ્મી હાલતમાં જોયો. તે આગળ દોડી શકશે નહિ તેની જાણ થતા તેણે જેવેશને પોતાના ખભા પર ઊંચકીને દોડ લગાવી. અઢી કિ.મી. દોડયો પછી બન્નેએ સાથે દોડ પૂરી કરી. આ દૃશ્ય જોઈને તમામે તેના આ કૃત્યને તાળીઓથી વધાવી લીધું.

એક અધિકારીએ જણાવ્યું કે પોતાના સાથીદારનો સ્કોર ઓછો ન થાય એ માટે ચિરાગે તેને દોડ પૂર્ણ કરવામાં સહાય કરી. એકેડમીમાં ઈન્ટર સ્ક્વોડ્રન ચેમ્પિયનશિપ ટ્રોફી રાખવામાં આવે છે.

એકેડમીનો હિસ્સો બન્યા પછી પ્રત્યેક જવાનને ૧૮માંથી એક સ્ક્વોડ્રન આપવામાં આવે છે. પ્રત્યેક સ્ક્વોડ્રન માટે આ કરો અથવા મરો જેવી રેસ હોય છે. મેજર પુનિયાએ જવાનનો ફોટો ટ્વિટ કરીને આને સોલ્જર સ્પિરિટ ગણાવી હતી. ત્યાર બાદ તે જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

;