rajya-sabha-voting-over-private-members-resolution-harivansh
  • Home
  • India
  • નવા ઉપસભાપતિએ ખુરશી પર બેસતાં જ સરકારને કર્યું શર્મસાર, વિપક્ષ થયું ઉગ્ર

નવા ઉપસભાપતિએ ખુરશી પર બેસતાં જ સરકારને કર્યું શર્મસાર, વિપક્ષ થયું ઉગ્ર

 | 7:25 pm IST

ચોમાસું સત્રના અંતિમ દિવસે મોદી સરકાર માટે ખૂબ જ ભારે રહ્યો છે. શુક્રવારે રાજ્યસભામાં એક સમયે સરકાર માટે ભારે શર્મસાર થવું પડ્યું હતું. જેમાં વિપક્ષના કારણે નહીં પરંતુ નવા નિયુક્ત થયેલા ઉપસભાપતિ હરિવંશના કારણે થયું હતું. જેના કારણે વિપક્ષને સરકારની ટીકા કરવાનો વધુ એક મોકો મળી ગયો હતો.

રાજ્યસભામાં આજે પ્રાઈવેટ મેમ્બર માટે કાર્ય કરવાનો દિવસ હતો, જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદ વિશમ્ભર પ્રસાદે સમગ્ર દેશમાં સમાન આરાક્ષણ લાગુ કરવાના સંબંધિત પ્રસ્તાવ રજુ કરી દીધો હતો. જેના પર ચર્ચા માટે તમામ પક્ષોએ સમર્થન આપ્યું હતું. જેના પર અંતે સભ્યને પ્રસ્તાવ પાછું ખેંચવાની વાત કરવામાં આવી ત્યારે તેમને ઉપસભાપતિ પાસે તેના પર મતદાન કરવવાની માંગણી કરી. અને હરિવંશે તેના પર તરત મતદાનને મંજૂરી પણ આપી દીધી હતી.

જેના પર મતદાન કરવામાં આવ્યું અને અનામત સંબંધિત પ્રસ્તાવ સંસદમાં પસાર થઈ શક્યું નહીં. જેના પર સત્તાધારી પક્ષે તેનો વિરોધ કર્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 66 મતો પડ્યા હતા. જે સમય સંસદમાં 98 સભ્યો હાજર હતા. આ પ્રસ્તાવ પાસ ન થતાં સરકાર વિરૂધ્ધ દલિત વિરોધી હોવાનો આોપ લાગ્યો અને સરકાર વિરૂધ્ધ નારાં લાગ્યા હતા. જેને ઉપસભાપતિએ શાંત કર્યા હતા.

આ પ્રસ્તાવમાં સમગ્ર દેશમાં એક સમાન અનામત લાગુ કરવાની વાત કરાઇ હતી. સત્તા પક્ષના સાંસદોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું નહોતું. જો સત્તા પક્ષના સાંસદોનું સમર્થન મળી જાય, તો આ પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઇ જાય છે.

આ પ્રસ્તાવને દલિતો અને પછાતના હિતમાં માનવામાં આવી રહ્યું હતું. જો કે કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, આ સંકલ્પ અંગે ક્યારે પણ મતદાન નહોતું થયું, પરંતુ આજે નવી પરંપરા બનાવાઇ રહી છે. ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે, એક વાર કહ્યા બાદ વોટિંગ કરાવવું જ પડે છે, તેને પરત લેવાનાં કોઇ જ નિયમો નથી.

ત્યાર બાદ વિપક્ષી દળોના સાંસદોએ હોબાળા વચ્ચે કેન્દ્રીય કાદયામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સારુ થાય કે જો આ તમામ સાંસદ ત્રિપલ તલાક બિલ અંગે સરકારની સાથે ઉભા રહ્યા હોત.