NDRF Team On Stand By After Heavy Rain Prediction In BK
  • Home
  • Featured
  • બનાસકાંઠામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, NDRF ટીમ ઉતારાઈ

બનાસકાંઠામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, NDRF ટીમ ઉતારાઈ

 | 10:37 pm IST

બનાસકાંઠામાં 2017ના પૂરના વિનાશ બાદ રાજ્ય સરકાર એલર્ટ થઈ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ ઉતારી છે. સાથે સાથે એસડીએમ ટીમ પોલીસ અને ફોરેસ્ટ પણ વરસાદની પરિસ્થિતિમાં ભૂમિકા નિભાવશે.

અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

કચ્છ-બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 13, 14, 15, 16 અને 17 ઓગષ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ ઉતારાઇ છે. સાથે સાથે જિલ્લા કક્ષાએ એસડીએમની ટીમ પણ કાર્યરત રહેશે, ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ ઉપરાંત મામલતદાર ફોરેસ્ટ પોલીસ અને તાલુકા વિકાસ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ અપાયા છે.

21 જવાનોની એનડીઆરએફ ટીમ બચાવ કામગીરી કરશે

બનાસકાંઠામાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને લઈને વડોદરાની એનડીઆરએફની ટીમ ઉતારાઈ છે. આધુનિક સાધનોથી સજ્જ એનડીઆરએફની ટીમ બનાસકાંઠામાં ભારે વરસાદ આવે તો પુર બચાવ કામગીરી કરશે, સાથે-સાથે કોરોનાની મહામારીને લઈને પીપી કીટ પણ એનડીઆરએફને ફાળવાઇ છે. કોરોનાને ધ્યાને રાખીને એનડીઆરએફની 21 જવાનોની ટીમ વરસાદમાં ગંભીર પરિસ્થિતિ પેદા થાય તો બચાવ કામગીરી કરશે.

આ વિડીયો પણ જુઓ: રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન