near the white house indian man dies after setting himself on fire
  • Home
  • Featured
  • વ્હાઈટ હાઉસની બહાર એક NRIનું આત્મવિલોપન, ખુદને લગાવી લીધી આગ

વ્હાઈટ હાઉસની બહાર એક NRIનું આત્મવિલોપન, ખુદને લગાવી લીધી આગ

 | 10:40 am IST

અમેરિકાનાં રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસનાં નજીક એક માણસે પોતાને આગ લગાવી આત્મવિલોપન કર્યાનો કેસ સામે આવ્યો છે. પોલીસે જાણકારી આપી કે ગુરૂવારે એક 33 વર્ષનાં ભારતીયએ કથિત રીતે પોતાને આગ લગાવી આત્મહત્યા કરી લીધી. વ્હાઈટ હાઉસનાં પાસે એક 64 એકરનો સાર્વજનિક પાર્ક છે એમાં અર્નવ ગુપ્તા નામનાં ભારતીય શખ્સે પોતાને આગ લગાવી અને ત્યારબાદ તેનું મોત થયું હતું. યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે કહ્યું કે આગ જ્યાં સુધીમાં શાંત થઈ એટલે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગુરુવારે સાંજે જ તેણે જીવ ગુમાવી દીધો હતો.

અમેરિકી આંતરિક સેવાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, બપોરે 12 વાગીને 20 મિનિટે ગુપ્તાએ કોસ્ટીટ્યુશન એવેન્યુની નજીક પાર્કમાં પોતાને આગ લગાવી દીધી હતી. આંતરિક સેવાનાં અધિકારી સમય પર પહોંચી પ્રાથમિક ઉપચાર માટે પોલીસની મદદ કરી રહ્યાં છે. તો આ તરફ પોલીસનું પણ કહેવું છે કે ગુપ્તાનાં પરિવારે બુધવારે એનાં ગુમ થવાની ફરિયાદ લખાવી હતી અને અમે એક નોટિસ પણ બહાર પાડી હતી.

એક પોસ્ટનાં રિપોર્ટ અનુસાર એના પરિવારનાં લોકોએ લગભગ બુધવારે 9 વાગ્યે એને છેલ્લે જોયો હતો. તે વ્હાઈટ હાઉસથી 16 કિમી દુર સિંડી લેન સ્થિત પોતાના ઘરેથી નીકળ્યો હતો. તો માંટગોમરી પોલીસનું કહેવું છે કે પરિવાર ગુપ્તાનાં ઈમોશનલ અને ફિજિકલ હેલ્થને લઈને ઘણા સમયથી પરેશાન હતા. જો કે શા માટે ગુપ્તાએ આત્મહત્યા કરી એ સામે નથી આવ્યું. પોલીસ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન