Needle Man: The only painter in the world who creates beautiful pictures with a sewing machine
  • Home
  • Photo Gallery
  • ધ નીડલ મેન: દુનિયાનો એક જ એવો પેઈન્ટર, જે સિલાઈ મશીનથી બનાવે છે અદભૂત તસવીરો

ધ નીડલ મેન: દુનિયાનો એક જ એવો પેઈન્ટર, જે સિલાઈ મશીનથી બનાવે છે અદભૂત તસવીરો

 | 2:12 pm IST

તેનું નામ અરુણ બજાજ છે, જે પંજાબના પટિયાલાનો છે. ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ પર્વ પહેલા 35 વર્ષિય અરુણે તેના સિવણ મશીન વડે તેમની એક ખાસ તસવીર બનાવી હતી. તે વિશ્વનો એકમાત્ર કલાકાર છે જે સીવણ મશીનથી અનોખી પેઇન્ટિંગ્સ બનાવે છે.

અરુણે સિલાઈ મશીન દ્વારા ઘણી પ્રખ્યાત હસ્તીઓના ફોટોગ્રાફ્સ બનાવ્યા છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. તેઓ વર્ષ 2017માં પીએમ મોદીને મળ્યા હતા અને તેમને સિલાઈ મશીનથી બનાવેલી તેમની તસવીર રજૂ કરી હતી.

અરુણે પોતાની અનોખી કળાથી ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સથી લઈને લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ છે.

અરુણે ભગવાન શ્રીકૃષ્ણની એક સુંદર તસવીર બનાવી હતી, જેના માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા છે. આ તસવીર બનાવવા માટે તેણે ત્રણ વર્ષનો સમય અને 28 લાખ 36 હજાર મીટરનો દોરો ઉપયોગમાં લીધો હતો. તે વિશ્વમાં આ પ્રકારનું પહેલું ચિત્ર હતું, જે સિલાઈ મશીનથી બનાવવામાં આવ્યું હતું અને તે પણ લાખો દોરા સાથે.

અરુણની જીવનકથા પણ મુશ્કેલીઓથી ભરેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણ 12 વર્ષનો હતો ત્યારથી સીવતો હતો. તેઓએ આ કાર્યને 23 વર્ષ થયા છે. તેણે કહ્યું હતું કે તેના પિતા દરજી છે, પરંતુ જ્યારે અરુણ 16 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મોત નીપજ્યું હતું. ત્યારથી તે તેના પિતાની દુકાન સંભાળી રહ્યો છે. આ માટે તેણે સ્કૂલ ભણવાનું છોડી દીધું હતું.

અરુણના કહેવા મુજબ તે એક પ્રખ્યાત પેઇન્ટર બનવા માંગતો હતો, પરંતુ તેના પિતાના અચાનક મૃત્યુથી તેનું સ્વપ્ન અધુરુ રહી ગયું. જો કે, તેણે તેની આંતરિક પ્રતિભાને મરી જવા દીધી ન હતી અને આજે તે પોતાની અનન્ય કુશળતાથી વિશ્વને દિવાનો બનાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન