Gems neelam may lucky or unlucky, check before wearing it.
  • Home
  • Astrology
  • દેખાવમાં અતિ સુંદર અને આકર્ષક રત્ન નીલમ તમારા માટે શુભ છે કે નહિ તે જાણો આ રીતે

દેખાવમાં અતિ સુંદર અને આકર્ષક રત્ન નીલમ તમારા માટે શુભ છે કે નહિ તે જાણો આ રીતે

 | 2:50 pm IST

અવકાશી ગ્રહ શનિના દુષ્પ્રભાવને ખાળવા માટે જ્યોતિષશાસ્ત્ર દ્વારા સામાન્ય રીતે નિલમ પહેરવાની ભલામણ કરવામાં આવે છે. જો કે અન્ય ગ્રહો અને નિલમ પહેરવામાં ફરક છે. તે સૌ કોઈ સામાન્ય રીતે પહેરી શકતા નથી. કારણ કે નિલમ ચોક્કસ ગુણધર્મો ધરાવે છે.  શનિનો નંગ નિલમ કોના માટે લાભકારી નિવડે અને કોને નિલમ પહેરવાથી નુકસાન થાય તે જાણીને પહેરવો સારો. નીલમ એ રત્ન છે. તે જેને સદે તેને જ સદે છે. નહિં તો ઉલ્ટાની મુશ્કેલીઓમાં વધારો થાય છે. માટે આવો જાણીએ કે તમારા માટે નિલમ શુભ છે કે નહિં..તમે આવી રીતે જાણો તે વિશે….

નિલમ રત્ન ધારણ કરતાં પહેલાં એને થોડો સમય સતત પોતાની સાથે રાખવું હિતાવહ છે. જો તેને ધારણ કરવાથી તમારા અટકી પડેલા કામ પૂરા થાય તો તે એ વાતનો સંકેત છે કે તે તમારા માટે શુભ છે. તો તમારે નિલમ પહેરવું શુભ નિવડશે.

નીલમ પહેરવાથી જો તમને ધનલાભ મળે કે નોકરીના તમામ પ્રસ્તાવ પણ તમારી સામે આવવા લાગે તો સમજવું કે નીલમ ગ્રહ શુભ છે.

જો નીલમ પહેરવાથી તમારે શુકન અનુભવો અને તમારા હૃદયમાં રહેલી ગ્લાની દૂર થઈ જાય તો સમજવું કે નીલમ રત્ન તમને શુભ ફળ આપે છે. તો તમારા માટે નીલમ પહેરવું ફાયદાકારક નિવડશે. જો તમે પોઝિટિવ એનર્જી અનુભવો તો પણ નીલમ તમારા માટે શુભ રહેશે.

જો નીલમ પહેરવાથી તમે ગંભીર અકસ્માતમાંથી બચી જાવ કે કોઈ દૂર્ધટના ટળી જાય તો એ નીલમ તમારા માટે શુભ સંકેત છે.

જો નીલમ પહેરવાથી જો તમને ડરામણા સપના આવવા લાગે કે પૈસાનું નુકસાન થવા લાગે તો સમજવું કે નીલમ તમારા માટે શુભ રત્ન નથી.

જો નીલમ પહેરવાથી આંખોમાં કે પગમાં તેજ દર્દ થવા લાગે તો સમજવું કે તમારા માટે નીલમ શુભ ફળ આપતું નથી.