neelam kothari birthday special know love story with govinda
  • Home
  • Photo Gallery
  • ગોવિંદાને આ અભિનેત્રી એટલી વ્હાલી હતી કે તોડી નાખી’તી સગાઈ, છતાંય મેળ તો ન જ પડ્યો!

ગોવિંદાને આ અભિનેત્રી એટલી વ્હાલી હતી કે તોડી નાખી’તી સગાઈ, છતાંય મેળ તો ન જ પડ્યો!

 | 4:13 pm IST

90ના દાયકાની હીરોઈન નિલમ કોઠારી બોલિવૂડનું એક મોટું નામ હતું. ગોવિંદા સાથે એની જોડી દર્શકોએ ખુબ વખાણી હતી. 9 નવેમ્બરે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે હવે ફિલ્મોને તો બાય બાય કહી દીધું પરંતુ તે ક્યારેક ઈવેન્ટમાં જોવા મળે છે. નિલમ એક વખત મુંબઈ ફરવા આવી હતી એ સમયે જ ડાયરેક્ટર રમેશ બહલે તેને જોઈ અને ફિલ્મ માટે હા પાડી દીધી. 1984માં તેણે જવાનીથી બોલિવૂડની શરૂઆત કરી હતી.

તેણે ગોવિંદા સાથે કુલ 10 ફિલ્મો કરી જેમાંથી 6 હિટ રહી. તેની છેલ્લી ફિલ્મ કમસ હતી જે 2001માં આવી હતી. તેનું ગોવિંદા સાથે ઘણો લાંબો સમય અફેર રહ્યું હતું. ત્યારે ગોવિંદો પણ ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. પરંતુ જ્યારે તે નિલમને મળ્યો તો પ્રેમ થઈ ગયો.

એ સમયે ગોવિંદા સુનીતાને પણ ડેટ કરતો હતો. નિલમના કારણે સુનીતા અને ગોવિંદાની લડાઈ થઈ ગઈ. એટલે સુધી કે ગોવિંદાએ સુનીતા સાથે સગાઈ જ તોડી નાખી. તે નિલમ સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ગોવિંદાની માતા એવું ઈચ્છતી હતી કે સુનીતાને વાદો કર્યો છે તે લગ્ન તો એની સાથે કરવા પડે.

પોતાની માતા માટે ગોવિંદાએ નિલમને છોડી દીધી. નિલમે 2011માં એક્ટર સમીર સોની સાથે લગ્ન કરી લીધા. લગ્નના 2 વર્ષ બાદ આ કપલે એક બાળકીને ગોદ લીધી. ફિલ્મ હમ સાથ સાથ હેમાં નિલમે સલમાનની બહેનનો રોલ નિભાવ્યો હતો. જુઓ નિલમનાં કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન