Neemrana fort of Rajasthan become famous tourist destination
  • Home
  • Lifestyle
  • રોમેન્ટિક ડેટથી લઈને પ્રીવેડિંગ ફોટોશુટ માટે ફેમસ છે દિલ્હી પાસે આવેલો આ કિલ્લો

રોમેન્ટિક ડેટથી લઈને પ્રીવેડિંગ ફોટોશુટ માટે ફેમસ છે દિલ્હી પાસે આવેલો આ કિલ્લો

 | 1:06 pm IST

15મી સદીમાં બનેલો આ કિલ્લો દિલ્હીથી સૌથી નજીકનું વિકેન્ડ એન્જોયમેન્ટ માટે પોપ્યુલર ડેસ્ટિનેશન છે. અહીં હેગિંગ ગાર્ડન, સ્વીમિંગ પુલ, આયુર્વેદિક સ્પા અને ઈન્ડિયાના સૌથી પહેલુ જિપ લાઈનની મજા માણી શકો છો. આ કિલ્લોનો નજારો રાત્રે જોવા જેવો છે. પ્રી-વેડિંગ શૂટ કરવાથી લઈને પાર્ટનરને સરપ્રાઈઝ આપવા અને પ્રપોઝ કરવા સુધીના તમામ ઓપ્શન તમને રાજસ્થાનના આ નીમરાના કિલ્લામાં મળી રહેશે. દિલ્હી, આગ્રા, મથુરા જેવા શહેરોથી નજીક આવેલુ હોવાથી અહીં બારેમાસ ટુરિસ્ટ્સની ભીડ જોવા મળે છે.

આ કિલ્લો 552 વર્ષ પુરાનો છે. આ વિશાળ કિલ્લો અરાવલી પહાડીને કાપીને 3 એકરમાં બનાવવામાં આવ્યો છે. જો તમે માત્ર ફરવા માંગો છો તો ટિકીટ લઈને 2 કલાક મહેલની ભવ્યતાનો લ્હાવો લઈ શકો છો. નીમરાના ફોર્ટના ઈન્ટીરિયરમાં અંગ્રેજોના સમયનો કાળ યાદ આવી જાય છે. અહીં રાજમહેલમાં નાસ્તા માટે હવામહેલ, ભોજન માટે આમ ખાસ, પાંચ મહેલ, અમલતાસ, અરણ્ય મહેલ, હોલી કુંડ તથા મહા બુર્જ બનેલા છે.