neena gupta give shocking statement about her child and outside marriage
  • Home
  • Entertainment
  • Bollywood
  • 31 વર્ષ બાદ દુ:ખ સાથે અભિનેત્રી બોલી- ‘લગ્ન વગર દીકરી પેદા કરી એ ભૂલ સુધારવી છે મારે’

31 વર્ષ બાદ દુ:ખ સાથે અભિનેત્રી બોલી- ‘લગ્ન વગર દીકરી પેદા કરી એ ભૂલ સુધારવી છે મારે’

 | 6:03 pm IST

સિનેમા જગતમાં નીના ગુપ્તાને 38 વર્ષ થઈ ગયા છે. નીનાએ ફિલ્મો સિવાય ટીવી તેમજ વિદેશમાં પણ કામ કર્યું છે. તેણે ખુબ નામ પણ કમાયું છે. ફિલ્મો કરતાં નીના ગુપ્તા પોતાની પર્સનલ લાઈફને લઈ પણ વધારે ચર્ચામાં રહી. વેસ્ટઈન્ડિઝના પુર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે નીનાનું અફેર અને વગર લગ્ન દીકરી મસાબાનો જન્મ આ વાત નીનાને હવે ખટકે છે. હાલમાં એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે નવી જ વાત કરી છે.

નીનાએ એક વેબસાઈટને વાત કરતાં કહ્યું કે, જો મને મારા જીવનમાં કરેલી ભૂલ સુધારવા મળે તો મારે ક્યારેય લગ્ન વગર મા ન્હોતું બનવું. બધા જ બાળકોને માતા પિતા બન્નેની જરૂર હોય છે. હું મસાબા સાથે ઈમાનદારીથી બધું શેર કરતી રહી. જેના કારણે અમારા સંબંધમા કોઈ જ દરાર નથી આવી. એને પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.

નીના સિનેમા જગતમાં મોર્ડન વિચારને લઈને ઘણી મશહુર થઈ હતી. નીનાનું 80ના દશકામાં જ ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે અફેર થયું. નીનાએ વિવિયન રિચર્ડસ સાથે લગ્ન વગર જ દીકરી મસાબાને જન્મ આપ્યો. વિવિયન રિચર્ડસ પણ ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ હતું. ત્યારે વિવિયન રિચર્ડસએ નીના સાથે મુલાકાત કરી ત્યારે તે પહેલાથી જ લગ્ન કરેલા હતા. આ વાત જાણવા છતાં નીનાએ તેને લવ કર્યો અને અફેર ચાલ્યું. વિવિયન રિચર્ડસ સાથે દિલ તૂટ્યા બાદ નીનાએ વર્ષ 2008માં દિલ્હીમાં રહેનાર વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા. બન્નેએ છુપી રીતે અમેરિકામાં લગ્ન કરી લીધા હતા.

આ વીડિયો પણ જુઓ: બનાસકાંઠામાં ફરીથી દેખાયા તીડના ઝૂંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન