Neena Gupta opens up on daughter Masaba divorce with Madhu Mantena
  • Home
  • Featured
  • Photos: એક સમયની જાણીતી અભિનેત્રી અને સ્ટાર ક્રિકેટરની પુત્રીએ લીધા છુટાછેડા

Photos: એક સમયની જાણીતી અભિનેત્રી અને સ્ટાર ક્રિકેટરની પુત્રીએ લીધા છુટાછેડા

 | 9:55 am IST

બોલીવુડ એકટ્રેસ નીના ગુપ્તાની પુત્રી મસાબાએ પોતાના પતિ મધુ મંટેના સાથે 4 વર્ષના લગ્નજીવન બાદ છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જો કે આ કપલે શા માટે આવો નિર્ણય લીધો તે હજુ સુધી જાહેર કર્યુ નથી. પહેલી વાર પોતાની પુત્રીના આ નિર્ણય પર નીના ગુપ્તાએ મૌન તોડ્યુ છે નીનાએ કહ્યુ કે આ અંગે મને જાણ ન હતી. મારા માટે આ ખુબજ દુખદાયક છે. જો મને આ વાતની પહેલાજ ખબર હોત તો હું છુટાછેડા લેવાનો નિર્ણય ન થવા દેત. મસાબાને સમય આપવા જણાવત.

નીનાએ કહ્યુ કે હું મારી પુત્રીને હંમેશા કહ્યા કરૂ છું કોઈ કામમાં ખોટી ઉતાવળ ન કરે, જે પણ નિર્ણય કરો ખુબજ સમજી વિચારીને કરો. મને મધુ મંટેના ખુબ પસંદ છે હું આજે પણ તેને ખુબજ પ્યાર કરૂ છું. તે ખુબજ સારા માણસ છે. મારા માટે આ સદમો પચાવવો થોડો અઘરો છે.

મસાબાએ પોતાના છુટાછેડા અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી તેણે કહ્યુ કે આ નિર્ણય ખુબજ સમજી વિચારીને કરી રહી છુ. અમારા માટે સાથે રહેવુ શક્ય ન હતુ. આ નિર્ણય પરિવાર અને પ્રોફેશનનું વિચારીને કર્યો છે.

મસાબા એકટ્રેસ નીના ગુપ્તા અને ક્રિકેટર વિવિયન રિચર્ડસની પુત્રી છે. મસાબાએ 2015માં મધુ મંટેના સાથે લગ્ન કર્યા હતા. મધુ રામગોપાલ વર્માનો સંબંધી છે. મધુ હાલ બંધ થયેલી ફિલ્મ પ્રોડક્શન કંપની ફેન્ટમનાં ચાર ઓનરમાંનો એક હતો. મૌસમ, રક્તચરિત્ર, ગજની જેવી ફિલ્મોનો નિર્માતા રહ્યો છે. મધુ હાલ ઋત્વીક રોશનની ફિલ્મ સુપર 30ને પ્રોડ્યુસ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન