Neena Gupta was losing her stardom in flight
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફ્લાઇટમાં નીના ગુપ્તાનો સ્ટારડમ થયો ભોંય ભેગો, એરલાઇન્સના સ્ટાફે કહ્યું-‘કોણ છો તમે’

ફ્લાઇટમાં નીના ગુપ્તાનો સ્ટારડમ થયો ભોંય ભેગો, એરલાઇન્સના સ્ટાફે કહ્યું-‘કોણ છો તમે’

 | 10:10 am IST

‘બધાઇ હો’ ફિલ્મથી પ્રખ્યાત થયેલ અભિનેત્રી નીના ગુપ્તાએ એરપોર્ટ સાથે સંકળાયેલ એક રસપ્રદ વાત શેર કરી છે. જ્યારે તે ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર જવા માટે ફ્લાઇટમાં જઇ રહી હતી તો ત્યારે તેને તેની પસંદગીની સીટ મળી નહી. નીનાને હંમેશાથી જ વચ્ચે વાળી સીટ પર બેસવાની આદત નથી. તે હંમેશાથી વિંડો સીટ અથવા ગલિયારાના કિનારાની સીટ પર બેસવાનું પસંદ કરે છે. આ માટે જ તેણે એરલાઇન્સ સ્ટાફ પાસે તેની માંગ કરી, જેના પર નીનાને સ્ટાફ મેમ્બર ન ઓળખતા તેને સીટ આપી નહી પરંતુ નીનાએ પોતાના સ્ટારડમનો રોફ મારવા છતા તેને એરલાઇન્સ સ્ટાફે સીટ આપી નહી.

નીના ગુપ્તાએ આ ઘટનાને શેર કરતા કહ્યું,”મેં તેને કહ્યું કે, મે બધાઇ હો ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ તેણે મને ઓળખી નહી. મેં તેને સવાલ કર્યો કે તેણે આટલી સારી ફિલ્મ કેમ જોઇ નથી. તેણે મને પૂછ્યુ કે શું હું તમિલ ફિલ્મો જોઉ છું.” ખરેખર જે સ્ટાફ મેંમ્બરને તે આ વાત કહી રહી હતી તે તમેલિયન હતા. આ તમામ વાતો નીનાએ હસતા ‘ધ કપિલ શર્મા શો’ દરમિયાન જણાવી હતી.

60 વર્ષિય નીના માત્ર અભિનેત્રી જ નહી ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર પણ છે. તે એસીના દાયકામાં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટર વિલિયમ રિચર્ડસ સાથે પોતાના પ્રેમ સંબંધ માટે પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ તેમના પ્રેમની કહાની અધૂરી રહી ગઇ. તેના કેટલાક દિવસો બાદ તેણે ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધા. નીનાને વર્ષ 1990માં ફિલ્મ ‘વો છોકરી’ માટે બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે ફિલ્મફેરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. નીના અંગ્રેજી ફિલ્મ ‘ઇન કસ્ટડી’માં પણ કામ કરી ચૂકી છે.

વાત કરીએ તેમની આગમી ફિલ્મની તો નીના ગુપ્તા ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’માં આયુષમાન ખુરાના અને ગજરાજ રાવની સાથે નજર આવશે.

આ વીડિયો પણ જુઓ : પંચમહાલના ઘોઘંબા પાસે અકસ્માતમાં 3ના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન