સિસ્ટમ સામે પ્રશ્નાર્થ કર્યો તો નીરજ ચોપરાના કોચની હકાલપટ્ટી કરાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સિસ્ટમ સામે પ્રશ્નાર્થ કર્યો તો નીરજ ચોપરાના કોચની હકાલપટ્ટી કરાઇ

સિસ્ટમ સામે પ્રશ્નાર્થ કર્યો તો નીરજ ચોપરાના કોચની હકાલપટ્ટી કરાઇ

 | 2:00 am IST
  • Share

ટોક્યો ઓલિમ્પિકના જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતના નીરજ ચોપરાના કોચ જર્મનીના મહાના ખેલાડી ઉવે હોનની અગમ્ય કારણોસર ભારતીય કોચપદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન ઔ(એએફઆઇ)ને પોતાના નિર્ણયનો લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે, ફેડરેશન તેમના પ્રદર્શન તથા માર્ગદર્શનથી સંતુષ્ટ નથી અને જલદીથી વિદેશી કોચની વરણી કરવામાં આવશે. નોંધનીય છે કે ૫૯ વર્ષીય હોન એકમાત્ર એવા એથ્લેટ છે જે ૧૦૦ મીટર કરતાં વધારે દૂર જ્વેલિન ફેંકી શકતા હતા. નીરજે જ્યારે ૨૦૧૮ની એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે ઉવે હોન તેના કોચ હતા અને ટોક્યો ગેમ્સ માટે તેમને નેશનલ જ્વેલિન કોચ બનાવવામાં આવ્યા હતા. કેટલાક સમય પહેલાં ઉવે હોને ભારતમાં એથ્લેટ્સને યોગ્ય સપ્લિમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં મળતા નથી તેવું નિવેદન કર્યા બાદ ફેડરેશન સાથે તેમને મતભેદો થયા હતા.

નીરજ ચોપરાએ ઉવે હોનને ક્રેડિટ આપી હતી  ટોક્યો ગેમ્સ પહેલાં નીરજે બાયોમિકેનિકલ નિષ્ણાત ક્લોસ બાર્ટોનીઝ સાથે ટ્રેનિંગ કરી હતી પરંતુ બે મોટા મેડલ માટે તેણે ઉવે હોનને ક્રેડિટ આપી હતી. ગોલ્ડ જીત્યા બાદ નીરજે જણાવ્યું હતું કે મેં કોચ ઉવે સાથે જે સમય વિતાવ્યો હતો તે મારા માટે શાનદાર હતો અને તે સારા કોચ છે. હું તેમનું સન્માન કરું છું. હોનની ટ્રેનિંગ સ્ટાઇલ અલગ છે અને ક્લોસની યોજના મને અનુકૂળ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન