નીરવ મોદીએ સમાધાન કરવા કરી આવી ઓફર, જાણીને થશે આશ્ચર્ય - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નીરવ મોદીએ સમાધાન કરવા કરી આવી ઓફર, જાણીને થશે આશ્ચર્ય

નીરવ મોદીએ સમાધાન કરવા કરી આવી ઓફર, જાણીને થશે આશ્ચર્ય

 | 10:03 pm IST

પીએનબી મહાકૌભાંડમાં સમાધાન કરવા માટે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કને એક નક્કર પ્રસ્તાવ મોકલ્યો છે. નીરવ મોદીએ તે માટે રૂપિયા 2,000 કરોડની જ્વેલરી, 200 કરોડની બેન્ક થાપણો અને 50 કરોડની અચલ સંપત્તિ આપવાની ઓફર કરી છે.

નીરવ મોદીએ 26 ફેબ્રુઆરીના રોજ પંજાબ નેશનલ બેન્કને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું મારી જવાબદારીઓ પૂરી કરવા તૈયાર છું. અગાઉ પંજાબ નેશનલ બેન્કે નીરવ મોદીને પત્ર લખી લોનની ચુકવણી માટેની નક્કર યોજના આપવા જણાવ્યું હતું.

દરમિયાન આવકવેરા વિભાગે નીરવ મોદી ગ્રૂપની ચાર સંપત્તિ જપ્ત કરી હતી જેમાં અલીબાગમાં 13 કરોડનું ફાર્મ હાઉસ, એહમદનગરમાં 135 એકરમાં ફેલાયેલો સોલર પાવર પ્લાન્ટ, 1.45 કરોડની ફિક્સ ડિપોઝિટ ધરાવતા 34 વધુ બેન્ક ખાતાનો સમાવેશ થાય છે.

નીરવ મોદીની પત્ર અંગે જાણકારી ધરાવતા શખ્સે જણાવ્યું હતું કે, મોદીએ આ મામલામાં સમાધાન કરવાના પોતાના ઇરાદા અંગે બેન્કને જાણ કરી છે. મોદીએ બેન્કને જણાવ્યું છે કે, તેમની સામે ચાલી રહેલી કાર્યવાહી અને સંપત્તિ જપ્ત કરાવાના કારણે તેમની કંપનીના કામકાજ સ્થગિત થઈ ગયાં છે.

નીરવ મોદીએ બેન્કને સંબંધિત કાયદા અંતર્ગત પોતાની કંપનીઓનો ચાર્જ સંભાળવાની પણ ઓફર આપી છે. જેથી તેની કંપનીના કર્મચારીઓનાં પગારભથ્થાં ચૂકવી શકાય.

મામા-ભાણિયા સામે બ્યૂરો ઓફ ઇમિગ્રેશનની બ્લૂ કોર્નર નોટિસ
આવકવેરા વિભાગની વિનંતીના પગલે બ્યૂરો ઓફ ઇમિગ્રેશને નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બ્લૂ કોર્નર નોટિસ જારી કરી છે. ક્રિમિનલ તપાસ ચાલી રહી હોય તેવી વ્યક્તિની ઓળખ, સ્થળ અથવા તો અન્ય માહિતી મેળવવા માટે બ્લૂ કોર્નર નોટિસ જારી કરાય છે. નીરવ અને મેહુલ સામે 22મી ફેબ્રુઆરીએ આ નોટિસ જારી કરાઇ હતી જે એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ નોટિસના પગલે દેશ છોડી જવાના તમામ સ્થળોએ ચાંપતી નજર રાખવામાં આવે છે.