Neetu Kapoor Reveals What 38 Years Of Marriage With Rishi Kapoor Looks
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્માર્ટફોનના જમાનામાં નીતૂ કપૂરનું ‘દર્દ’ છલકાયું, લખ્યું- લગ્નના 38 વર્ષ બાદ આ જ હોય

સ્માર્ટફોનના જમાનામાં નીતૂ કપૂરનું ‘દર્દ’ છલકાયું, લખ્યું- લગ્નના 38 વર્ષ બાદ આ જ હોય

 | 3:28 pm IST

બોલિવુડના સદાબહાર કપલ ઋષિ કપૂર અને નીતૂ કપૂર હાલ અમેરિકામાં છે. ન્યૂયોર્કમાં ઋષિ કપૂર પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનાર નીતૂ એ એક ફોટો શેર કર્યો છે, જેને મોર્ડન જમાનાની સૌથી મોટી પરેશાનીમાંથી એક સમજાય છે. નીતૂ એ ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું કે લંચ ડેટ…લગ્નના 38 વર્ષ બાદ આ જ હોય છે. પતિ ફોન પર છે અને હું સેલ્ફીઓ ખેંચી રહી છું. આ તસવીરમાં ઋષિ પોતાની સાથે હોવા છતાંય પોતાના ફોન પર ખૂબ જ વ્યસ્ત દેખાઇ રહ્યાં છે.

નીતૂ સિંહે નવા જમાનાના એકલાપણાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો નીતૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે નવા વર્ષના સેલિબ્રેશન સાથે જોડાયેલી તસવીરો તેમને શેર કરી હતી. તેમણે લખ્યું હતું હેપ્પી 2019, આ વર્ષે કોઇ રિઝોલ્યુશન નહીં, બસ બધા માટે દુઆઓ. આશા વ્યક્ત કરું છું કે આ વર્ષે પ્રદૂષણ અને ટ્રાફિક ઓછો થશે. આશા છે કે કેન્સર આવનારા દિવસોમાં માત્ર એક ઝોડિયાક સાઇન સુધી જ સીમિત હશે. કોઇ નફરત નહીં, કોઇ ગરીબી નહીં. બધાને પ્રેમ અને સૌથી જરૂરી…સારું સ્વાસ્થ્ય… આલિયાની હાજરીના લીધે આ તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી.

તસવીરમાં ઋષિ અને નીતૂ, રણબીર કપૂર-આલિયા ભટ્ટ અને રિદ્ધિમા કપૂરની ફેમિલીની સાથે સમય વિતાવતા દેખાઇ રહ્યાં છે. થોડા સમય પહેલા નીતૂની જેમ આશા ભોંસલેએ પણ સ્માર્ટ ફોનમાં ખોવાયેલા માણસોને લઇને તેઓની વેદના ટ્વીટના માધ્યમથી ઠાલવી હતી.

બાગડોગરાથી કોલકત્તા જતાં સમયે સાથીઓને મોબાઇલમાં ખોવાયેલા જોઇને તેઓએ ગ્રેહામ બેલનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે ખુબ જ સારી કંપની છે પરંતુ વાત કરવા માટે કોઇ નથી.