નેગેટિવ હસ્તાક્ષર નુકસાનકારક જ બની રહે! - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • નેગેટિવ હસ્તાક્ષર નુકસાનકારક જ બની રહે!

નેગેટિવ હસ્તાક્ષર નુકસાનકારક જ બની રહે!

 | 12:07 am IST

હસ્તાક્ષર સંદેશ

ઘટનાપૂર્ણ ભાગ્યને શુભત્વ આપવા હસ્તાક્ષર સહાયરૂપ બને છે

માનવજીવન છે તો જીવનની ઘટમાળ છે. ઘટમાળ ઘટનાઓથી ભરેલી હોય છે. જેમાં શુભ-અશુભ ઘટનાઓ વ્યક્તિના જીવનમાં ખૂબ ઉપયોગી કે નુકસાનકારક સાબિત થાય છે. પ્રયત્નો કરવા છતાં જો સફળતા ન મળે તો સમજવું કે કાર્ય કરવાની રીતમાં કોઈ ભૂલ છે. આવી ભૂલો કાર્મિક હોય છે. કર્મની ભૂલ હસ્તાક્ષરમાં દૃશ્યમાન થતી હોય છે અને હસ્તાક્ષરમાં સમજી-વિચારીને સુધારો કે બદલાવ કરવાનું સ્વનિર્ણય પર આધારિત છે. લાભ થતો હોય તો કોઈ જતો ન કરે.

હસ્તાક્ષર એક માધ્યમ છે જેના તરંગો વૈચારિક-કાર્મિક અને નિર્ણાયક રીતે લાભદાયી પરિવર્તનોથી ભાગ્યક્રમની ઘટનાઓને શુભત્વ આપી નિષ્ફળતાને સફળતામાં પરિણમિત કરી શકે છે.

સવારથી સાંજ સુધીમાં અનેક ઘટના/હાદસાઓમાંથી તમામ વ્યક્તિઓ પસાર થાય છે અને દિવસની શરૂઆતથી જ કશું સારું-ધ્યેયપૂર્ણ કાર્ય કરવાની તમામની તત્પરતા હોય છે. એમાં ઘણાં બધાં તત્ત્વો યોગદાન આપે છે. હસ્તાક્ષરનું યોગદાન ભાવિ ઘટનાઓમાં સફળતાપૂર્વક કાર્યસિદ્ધિ મેળવી આપવામાં અભૂતપૂર્વ હોય છે.

જો નકારાત્મક્તા જાણેઅજાણે પણ ઉમેરાય તો સહન તો કરવું જ પડે પણ એ વેદનાપૂર્ણ હોય છે.

નેગેટિવ હસ્તાક્ષર આ પ્રકારના ખૂબ જ ઘાતક અને હ્ય્દયસ્પર્શી યાતનામાં સરકાવી દે છે ત્યારે ‘દયાપાત્ર’ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

અસહ્ય હસ્તાક્ષર-Intolerable Signature  

જે હસ્તાક્ષરના પ્રતિભાવો જ અસહ્ય હોય તમામ નકારાત્મક્તાથી સભર હોય અને પરિણામહીન દૃશ્યમાન થાય ત્યારે આ પ્રકાર તમામ રીતે નાસીપાસ કરી નાંખે છે. આવા હસ્તાક્ષર નરકનું દુઃખ આપી શકે છે.

અમાપ હસ્તાક્ષર-Improportionate Signature  

જે હસ્તાક્ષરમાં બંધારણ-પ્રમાણ કે કદ ન સચવાય એના જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે અને અંતે હાથમાં કશું બચતું ન દેખાય. ‘ગાયને દોહીને કૂતરીને પાઈ દેવું પડે દૂધ’ એવી પરિસ્થિતિ સર્જાય છે. હસ્તાક્ષર શાસ્ત્ર કે કોઈપણ વ્યવસ્થિત અભ્યાસમાં માપદંડ હોવા જરૂરી હોય છે. હસ્તાક્ષર એ ફક્ત લખવાની જ ચીજ નથી પરંતુ ભાગ્યમાં ઘટનાપૂર્ણ શુભત્વ લાવવાની ચાવી પણ છે.

કરજ વધારતાં હસ્તાક્ષર- Debt Increasing Signature  

કરજ કરાવતો ગ્રહ અને કરજમાંથી મુક્ત કરતો ગ્રહ મંગળ છે. જ્યારે જ્યારે મંગળના અક્ષરો ‘ૈં’ અને ‘ઇ’ કપાય છે અને પ્રાધાન્ય ગુમાવી દે છે ત્યારે વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે અને ઘણી યાતનાઓમાં અથડાઈ જાય છે. પોલીસ-કોર્ટ-મારામારી અને અપમાનજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે માટે નીચે દર્શાવ્યા જેવી સિગ્નેચર ન કરવી.

જસપ્રીત બુમરાહ (ક્રિકેટર) 

ક્રિકેટજગતનું સૌના મોઢે પ્રશંસાથી બોલાતું નામ છે જસપ્રીત બુમરાહ. પોતાની બોલિંગ પ્રતિભાથી ક્રિકેટજગતમાં એણે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ ભારત માટે ગૌરવપાત્ર છે. બોલિંગની ગુણવત્તામાં એ ઘણા કીર્તિમાન સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે અને સ્થાપિત કરી શકશે. ભારતની રમાયેલી તાજેતરની મેચોમાં એનું યોગદાન પ્રશંસનીય રહ્યું અને આ યુવા પ્રતિભા આગળ જતા ઘણા રેકોર્ડ્સ તોડી શકશે.

હસ્તાક્ષરમાં કેટલાંક સ્થાનો પર અદ્વિતીય ચિહ્નો છે જે અદ્વિતીય સિદ્ધિઓ મેળવી આપવામાં મદદરૂપ થશે. ૬ ડિસેમ્બર, ૧૯૯૩ના રોજ જન્મેલા જસબીરસિંહ બુમરાહ (જસપ્રીત) આશાસ્પદ રીતે દેખાવ કરી રહ્યો છે અને પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહ્યો છે. વેસ્ટ ઈંન્ડીઝની ટૂરમાં અવશ્ય સ્થાન મેળવશે અને ભારતની ટીમને યશ અપાવશે.

શુભં ભવતું

  • પં.વ્રજકિશોર જ ધ્યાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન