neha bhasin recalls anu malik made her uncomfortable
  • Home
  • Entertainment
  • Bollywood
  • અનુ મલિકનો વધુ એક કાંડ છતો થયો, નેહાએ કહ્યું- સ્ટુડિયોમાં પલંગ પર સુઈને મારી…

અનુ મલિકનો વધુ એક કાંડ છતો થયો, નેહાએ કહ્યું- સ્ટુડિયોમાં પલંગ પર સુઈને મારી…

 | 5:11 pm IST

સિંગર અને ઈન્ડિયન આયડલના જજ અનુ મલિક ઉપર ભારતની અનેક મહિલાઓએ #MeToo આંદોલન હેઠળ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. એક વર્ષ પછી ગાયક નેહા ભસીને દાવો કર્યો છે કે 21 વર્ષની ઉંમરે મ્યુઝિક ડાયરેક્ટર સાથે તે એવી ખતરનાક પરિસ્થિતિમાં આવી ગઈ હતી.

ગાયિકા સોના મોહપત્રાના ટ્વિટનો જવાબ આપતા તેણે ગાયન રિયાલિટી શો ઇન્ડિયન આયડલમાં જજ તરીકે મલિકની હાયરિંગ પર અને મલિક વિશેની તેની #MeToo કહાની પણ સંભળાવી.

તેણે લખ્યું કે, “હું તમારી સાથે સહમત છું. આપણે ખૂબ જ લૈંગિકવાદી વિશ્વમાં જીવી રહ્યા છીએ. અનુ મલિક એક શિકારી છે. હું જ્યારે 21 વર્ષની હતી ત્યારે તેની વિચિત્ર હરકતોથી દૂર ભાગી હતી. તે પલંગ પર સૂતો હતો અને સ્ટુડિયોમાં મારી આંખો વિશે વાત કરતો હતો. અને હું મારી જાતને તે સ્થિતિમાં જવા દેવા નહોતી માંગતી તેથી હું ત્યાંથી બહાનું કરીને ભાગી કે મારી માતા નીચે રાહ જોવે છે. ત્યારબાદ તેણે મને મેસેજ કર્યો અને કોલ પણ કર્યા પરંતુ મે જવાબ આપવાનું જ બંધ કરી દીધું.

આ તે સમય હતો કે જ્યારે હું તેને મારી સીડી આપવા ગઈ હતી કે જેથી તે મને મારો અવાજ સાંભળીને કંઈક તક આપે. તે મારાથી ઘણા મોટા હતા અને તેણે એવું વર્તન ન કરવું જોઈએ કે જેવું તેણે કર્યું. નેહા ભસીને આગળ લખ્યું છે કે, ‘આ ઈન્ડસ્ટ્રી અને દુનિયા આવી ઘટનાઓને કારણે ઘરથી દૂર રહેતી એકલી છોકરીઓ માટે સુરક્ષિત સ્થાન નથી. આવા નરાધમ લોકો આપણી ઈન્ડસ્ટ્રી અંદર અને બહાર બંન્ને જગ્યાએ અસ્તિત્વમાં છે. પરંતુ આપણે આવા માણસોને આટલી સરળતાથી માફ કેવી રીતે કરીએ.

શું આપણે અનુભૂતિ કરીએ છીએ કે એવું શું છે કે જે તેમને આપણા સન્માનને ખલેલ પહોંચાડવાની હિમંત આપે છે અને આપણે ઘરમાં બંધ કરી દે છે. આવી પરિસ્થિતિઓથી બચવા માટે મેં ઘણી વાર પોતાને છુપાવી છે. પરંતુ આવી વ્યક્તિ શા માટે સરળતાથી બહાર ફરી શકે છે અને આપણે શરમ અને ડરને લીધે આપણે ઘરના બંધ રૂમમાં પુરાઈ રહીએ છીએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન