2 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ પરણી ગઈ બોલિવુડની ફેમસ એક્ટ્રેસ નેહા ધૂપિયા - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ પરણી ગઈ બોલિવુડની ફેમસ એક્ટ્રેસ નેહા ધૂપિયા

2 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ પરણી ગઈ બોલિવુડની ફેમસ એક્ટ્રેસ નેહા ધૂપિયા

 | 2:30 pm IST

બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસ ટ્વિટર પર અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. 37 વર્ષીય એક્ટ્રેસ નેહા ધૂપિયાએ પોતાનાથી બે વર્ષ નાના અભિનેતા અંગદ બેદી સાથે પંજાબી રીત-રિવાજોથી આજે લગ્ન કર્યાં છે. આનંદ કારજની બધી વિધી દિલ્હીમા થઈ હતી. પોણા બે વાગ્યાની આસપાસ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશેની જાહેરાત કરી હતી.

નેહા ધૂપિયા ફિલ્મ અને ટીવીનો બહુ જ ચર્ચિત ચહેરો છે. અચાનક આવેલા તેના લગ્નોના સમાચારથી બધા ચોંકી ગયા છે. ટ્વિટર પર ખુશખબરી આપતા નેહાએ લખ્યું કે, મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. આ મારી જિંદગીનો સૌથી સુંદર નિર્ણય છે. તો બીજી તરફ, નેહાએ પણ લગ્નની તસવીરો શેર કરીને નેહાને પોતાની પત્ની બતાવી છે.

જૂલી, ક્યા કૂલ હૈ હમ જેવી અનેક ફિલ્મોમાં નજર આવી ચૂકેલી નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે. અંગદ બેદી પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર છે અને રણજી પણ રમી ચૂક્યો છે. ક્રિકેટ બાદ અંગદે મોડલિંગ અને બાદમાં એક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. પંજાબી રિવાજમાં લગ્ન કરીને લગ્નની પહેલી તસવીરો બંને સ્ટાર્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

નેહા અને અંગદના આ સરપ્રાઈઝ વેડિંગ પર કરણ જોહરે તેમને અભિનંદન આપ્યા છે. કરણે આ કપલની તસવીરો શેર કરતા લખ્યું કે, મારી સ્પેશિયલ મિત્ર નેહા ધૂપિયાએ ટેલેન્ટેડ અને જેન્ટલમેન અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા છે. હું બંનેને અભિનંદન પાઠવું છું. ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર અનિલ કપૂરની દીકરી અને એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન ટ્રેન્ડિંગમાં હતા. ત્યારે આ વચ્ચે અચાનક વધુ એક બોલિવુડ એક્ટ્રેસે લગ્ન કરી લેતા સોશિયલ મીડિયા પર ધૂમ મચી છે.