નેહાની વેડિંગ રિંગ છે એકદમ સ્પેશિયલ, છુપાઈ છે રસપ્રદ સ્ટોરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • નેહાની વેડિંગ રિંગ છે એકદમ સ્પેશિયલ, છુપાઈ છે રસપ્રદ સ્ટોરી

નેહાની વેડિંગ રિંગ છે એકદમ સ્પેશિયલ, છુપાઈ છે રસપ્રદ સ્ટોરી

 | 5:26 pm IST

બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા બોયફ્રેન્ડ અંગદ આહુજા સાથે લગ્ન બંધનમાં બંધાઈ છે. નેહાએ જ્યારે ફેન્સને લગ્નની તસવીરો શેર કરીને ખુશખબરી આપી તો બધા ચોંકી ગયા હતા. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર નેહાના વેડિંગ રિંગની તસવીરો વાઈરલ થઈ રહી છે. નેહાની આ સુંદર રિંગ પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે. આ વાતની માહિતી નેહાના નજીકના પરિવારજનોએ આપી છે.

સોનમ કપૂરના લગ્ન બાદ તેની વેડિંગ રિંગની કિંમતના સમાચાર સોશિયલ મીડિયામાં બહુ જ વાઈરલ થયા હતા. ત્યારે તમને બતાવી દઈએ કે, નેહાની આ વેડિંગ રિંગ તો બહુ જ અમૂલ્ય છે.

નેહાની વેડિંગ રિંગ ખાનદાની છે અને હાલ ત્રીજી પેઢીને આપવામાં આવી છે. નેહા તેને પહેરનારી ત્રીજી પેઢી છે. પારિવારિક સૂત્રો અનુસાર, આ એક પારિવારિક વિરાસત છે, જે હવે નેહા અને અંગદને આપવામાં આવી છે. તેમના માતા-પિતાના લગ્નને 40 વર્ષ થયા છે, જે તેમણે નેહા અને અંગદને સોંપી છે. આ રિંગ પરિવારની ભાવનાઓને વ્યક્ત કરે છે.