neha kakkar Rohanpreet singh marriage invitation card pic
  • Home
  • Entertainment
  • Bollywood
  • લ્યો વાગી ગઈ શરણાઈ, આ તારીખે નેહા કક્કર અને રોહનપ્રીત હંમેશા માટે એકબીજાના થઈ જશે!

લ્યો વાગી ગઈ શરણાઈ, આ તારીખે નેહા કક્કર અને રોહનપ્રીત હંમેશા માટે એકબીજાના થઈ જશે!

 | 5:41 pm IST

સિંગર નેહા(Neha Kakkar) કક્કર ખૂબ જ જલ્દી રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh) સાથે લગ્નના બંધનમા જોડાશે. શરૂઆતના સમયમાં જે મજાક અથવા પબ્લિસિટી સ્ટંટ જેવું લાગતું હતું, હવે એવા સમાચાર છે કે નેહા(Neha Kakkar) અને રોહનપ્રીત ખરા અર્થમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. બંનેના લગ્નનું વેડિંગ કાર્ડ નેહાની ફેન ક્લબ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નેહા(Neha Kakkar) અને રોહનપ્રીત(Rohanpreet Singh) 26 ઓક્ટોબરે પંજાબમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.

નેહા કક્કર(Neha Kakkar) સોશિયલ મીડિયા પર આ અંગે સતત સંકેતો આપી રહી છે, પરંતુ એક વખત પણ તેણે ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી. આ દરમિયાન હવે લગ્નનું કાર્ડ સામે આવી ગયું છે અને ઘણી અટકળોનો અંત આવી ગયો છે. ઘણા સમયથી નેહા(Neha Kakkar) અને રોહનપ્રીત(Rohanpreet Singh)નાં સંબંધો વિશે ખબરો ધૂમ મચાવી રહી છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે બંને તરફથી એક ગીત આવી રહ્યું છે અને આ ફોટાઓ શેર કરવા એ પ્રમોશનનો એક ભાગ છે.

બોલિવૂડના કેટલાક સેલેબ્સે જાતે જ સવાલો પૂછ્યા હતાં કે લગ્ન થવાના છે કે પછી આ બધું ફક્ત મનોરંજન માટે છે. વિશાલ દાદલાનીએ કહ્યું કે તેણે લગ્નનાં કપડાં સિવડાવવાના છે કે નહીં? હવે આ દરમિયાન બંનેનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ચાહકોએ હવે ફરીથી બંનેને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. દરેક વ્યક્તિ આ નવી જોડીને લઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: તાપીમાં DEOના ઘરેથી ઝડપાયો દારૂનો જથ્થો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન