Neha Kakkar and her Sister Singing Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નેહા કક્કર અને તેની બહેન વચ્ચે યોજાઈ ગાવાની હરિફાઈ, જુઓ Video

નેહા કક્કર અને તેની બહેન વચ્ચે યોજાઈ ગાવાની હરિફાઈ, જુઓ Video

 | 5:54 pm IST

બોલિવૂડની પોપ્યુલર સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયા પર એક્ટિવ સેલિબ્રિટીઝમાંથી એક છે. તે સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હોય છે. જે ફેન્સ વચ્ચે ખૂબ ધમાલ મચાવે છે. જ્યારે હવે વધુ એક વીડિયો નેહાએ ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં નેહા તેની મોટી બહેન સોનૂ કક્કર સાથે નજરે આવી રહી છે.

આ વીડિયોમાં બન્ને સિસ્ટર્સ ફિલ્મ ‘કલંક’ના ટાઈટલ ટ્રેક પર લિપ્સિંગ કરી રહી છે. આ વીડિયોને શેર કરી નેહાએ કેપ્શનમાં લખ્યું કે,‘જુઓ મારાથી વધુ સારું કોણ ગાય છે.’ વીડિયો જોઈ એવું લાગી રહ્યું છે કે બન્ને બહેનો વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે. ઉપરાંત બન્ને વચ્ચેની સારી બોન્ડિંગ પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં નેહાના શાનદાર એક્સપ્રેશન પણ જોવા મળી રહ્યા છે. લખાય ત્યાં સુધી નેહા અને સોનૂ કક્કરના આ વીડિયોને લગભગ 16 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેહા કક્કર તેની સિંગિંગ અને ડાંસિંગ સિવાય કોમેડી માટે પણ જાણીતી છે. તે ઘણી વખતે કોમેડી વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન