Neha Kakkar and Himansh Kohli Broke up, Unfollowed Each other On Instagram
  • Home
  • Entertainment
  • Bollywood
  • તો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’

તો આ કારણે 6 મહિનામાં જ પુરો થઈ ગયો નેહા કક્કર અને હિમાંશ કોહલીનો ‘પ્રેમ સંબંધ’

 | 4:28 pm IST

રીયાલિટી શૉથી પોતાનું સિંગિંગ કેરિયર શરૂ કરનાર નેહા કક્કર હવે ખુદ જજની ભૂમિકા નીભાવે છે. તાજેતરમાં જ એક રીયાલિટી શૉમાં નેહા કક્કરે પોતે રીલેશનશિપમાં હોવાનો ખુલાસો કર્યો હતો. ‘ઇન્ડિયન આઇડલ’નાં મંચ પર એક્ટર હિમાંશ કોહલી આવ્યો હતો અને ત્યારે બંનેએ પોતાના રીલેશન વિશે જણાવ્યું હતુ. જો કે હવે હિમાંશ અને નેહા કક્કરનાં ફેન્સ માટે ખરાબ સમાચાર છે.

 હિમાંશ અને નેહાએ એક-બીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધા

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હવે હિમાંશ અને નેહાનું બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા સામે આવ્યા છે. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે હિમાંશ અને નેહાએ એક-બીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધા. આ કારણે લાગે છે કે બંનેનાં સંબંધમાં તિરાડ પડી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે લખનઊનાં ચારબાગ રેલવે સ્ટેડિયમમાં નેહા કક્કરની કૉન્સર્ટ હતી. આ કૉન્સર્ટમાં નેહાએ પોતાના પૉપ્યુલર સૉન્ગ ગાઈને દર્શકોનું દિલ જીતી લીધું હતુ. જો કે લાઇવ કૉન્સર્ટમાં ભીડને કાબૂ કરવામાં પોલીસ અસફળ રહી હતી. બેકાબૂ થયેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ભીડમાં છેડતી પણ થઈ. ભીડે પડદાઓ પણ ફાડી દીધા હતા. એટલું જ નહીં આસપાસનાં વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો જેમાં અનેક લોકો ફસાયા હતા.

 એકબીજાનાં વિડીયો-ફૉટો પણ ડીલીટ કરી દીધા 

કૉન્સર્ટનાં બે દિવસ પછી જ નેહા અને હિમાંશનાં બ્રેકઅપ થયાનાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ વિશે નેહા અને હિમાંશ તરફથી કોઈ જ નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે દુનિયા સામે પોતાનો સંબંધ લાવ્યા પહેલા હિમાંશ અને નેહા સોશિયલ મીડિયા પર એકબીજાનાં ફૉટો-વિડીયો શેર કરતા હતા. બંનેની લવસ્ટોરી 6 મહિના પહેલા શરૂ થઈ હતી. બંનેએ એક વિડીયો આલ્બમ ‘હમસફર’માં સાથે કામ કર્યું હતુ, ત્યારબાદ બંનેનાં સંબંધો વધ્યા હતા. ત્યારબાદ ઇન્ડિયન આઇડલનાં મંચ પર આવીને હિમાંશે નેહા સાથેનાં સંબંધને કન્ફૉર્મ કરી દીધો હતો. હવે બ્રેકઅપ બાદ નેહા અને હિમાંશે એકબીજાને અનફૉલો કરી દીધા છે અને એકબીજાનાં વિડીયો-ફૉટો પણ ડીલીટ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન