neha kakkar as udit narayan daughter in law indian idol Show
  • Home
  • Entertainment
  • Bollywood
  • નેહા કક્કડની લોટરી લાગી, આ દિગ્ગજે ઓફર કરતા કહ્યું- મારા છોકરાને પરણી જા!

નેહા કક્કડની લોટરી લાગી, આ દિગ્ગજે ઓફર કરતા કહ્યું- મારા છોકરાને પરણી જા!

 | 1:46 pm IST

આ વીકેન્ડ ઇન્ડિયન આઇડલ શોમાં ખુબ મસ્તી-મજાક જોવા મળશે. લોકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત ઇન્ડિયન આઇડલ આ વખતે દર્શકોને વધુ એક એન્ટરટેનિંગ અનુભવ આપશે. ખરેખર, આ વખતે શોમાં બોલિવુડના બે દિગ્ગજ સિંગર્સ અલ્કા યાંગ્નિક અને ઉદીત નારાયણ આવનારા છે. તો પછી વધુ એક સાંજ દિગ્ગજોના નામે હશે. પરંતુ વાત માત્ર અહિંયા જ પૂર્ણ થતી નથી. આ વખતે શોમાં નેહા કક્કડના સાસરીપક્ષથી પણ ઓડિયંસ રૂબરૂ થશે.

ખરેખર, શોના અપકમિંગ પ્રોમોમાં આદિત્ય નારાયણના પિતા અને સિંગર ઉદિત નારાયણ પોતાની પત્ની સાથે શોમાં પહોંચ્યા છે. તેમણે શો દરમિયાન ઇન્ડિયન આઇડલના વખાણ કર્યા પરંતુ સાથે જ નેહા કક્કડને પણ આદિત્ય નારાયણના નામે ખુબ ચીડવી હતી. ઉદિત શો પ્રત્યે પોતાની પસંદનો પણ ઉલ્લેખ કરશે. ઉદિત કહે છે કે ઇન્ડિયન આઇડલ એક ખુબ જ સુંદર શો છે અને તેણે ઇન્ડિયન આઇડલની 11મી સિઝનને શરૂથી ફોલો કરી છે.

શોને સંબંધિત વાતો સિવાય ઉદિતે એક ખુબ જ સરપ્રાઇઝિંગ વાત પણ જાહેરમાં કહી છે. તેમણે કહ્યું કે તે નેહા કક્કડને પોતાના ઘરની વહૂ બનાવવા માંગે છે. આ પછી શોના મંચ પર ઉદિત અને નેહા સિવાય આદિત્ય નારાયણ અને તેની માતાએ સાથ આપ્યો. નેહા કક્કડ સાથે નારાયણ પરિવાર એક કંપ્લીટ ફેમિલી લાગી રહી છે. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ રહી છે.

નેહાએ આપ્યો આવો જવાબ

રસપ્રદ વાત એ છે કે, આદિત્ય સિવાય નેતાના માતા-પિતા પણ સેટ પર આવી ગયા. બાદમાં નેહા કહે છે,’જો લગ્ન માટે હું આટલી ઉતાવળ કરીશ તો મજા નહી આવે.’ તમને જણાવી દઇએ કે, ઉદિત અને નેહા વચ્ચેની આ મજાક માત્ર શોનો એક સાચો ભાગ છે કે પછી કોઇ ખુશખબરનો ઇશારો. હવે તો શો પછી જ આ વિશે કંઇ કહી શકાય.

આ વીડિયો પણ જુઓ : સિંહણને બુદ્ધુ બનાવી શિયાળે મોતને આપી માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન