Neha Kakkar married Aditya narayan Video Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG: નેહા કક્કડને મળી ગયો જીવનસાથી, લગ્નનો વીડિયો વાયરલ

OMG: નેહા કક્કડને મળી ગયો જીવનસાથી, લગ્નનો વીડિયો વાયરલ

 | 10:55 am IST

ગત કેટલાક દિવસોથી બોલિવૂડ સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ખબરો સોશિયલ મીડિયામાં છવાયેલ છે. આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા નેહા લાલ પાનેતર અને આદિત્ય શેરવાનીમાં નજર આવી રહ્યો છે. સાથે જ આદિત્યના હાથમાં માળા પણ છે અને એક પંડિત મંત્રોચ્ચાર કરતો પણ નજર આવી રહ્યો છે. વીડિયોમાં લગ્નનો સંપૂર્ણ માહોલ દેખાઇ રહ્યો છે. તો શું નેહા અને આદિત્ય લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. હવે આ વીડિયોને જોઇને તો કોઇ પણ ધોખો ખાઇ શકે છે. પરંતુ સત્ય કંઇક અલગ છે.

ખરેખર આ વીડિયો ‘ઇન્ડિયન આઇડલ 11’ ના સેટનો છે, જ્યાં માત્ર મજાક અને મસ્તીમાં આવું કરવામાં આવ્યું હતું. નેહા અને આદિત્યના લગ્ન હજૂ થયા નથી. આ માત્ર નાનકડી મજાક હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો જોઇ તમામ લોકો એવું જ વિચારી રહ્યા છે કે, બંન્નેના લગ્ન થઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ આદિત્યના પિતા ઉદીત નિરાયણે બંન્ને લગ્નની ખબરોને સમર્થન આપ્યું હતું. ઉદીત નારાયણની વાત માનીએ તો તેમના પુત્રના લગ્નની જાણકારી તેમને નથી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું,’આદિત્ય અમારો એક માત્ર પુત્ર છે. અમે તેના લગ્નની રાહ જોઇ રહ્યા છીએ. જો તેના લગ્નની ખબરોમાં સત્ય હોય તો હું અને મારી પત્ની આ દુનિયાના ખુશનસીબ માતા-પિતા હોતા. પરંતુ આદિત્યએ આવું કંઇ અમારી સાથે શેર કર્યું નથી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન