himansh kohli with breaking up neha kakkar regrets defends ex boyfriend
  • Home
  • Featured
  • Photos: બોલીવુડની ખુબજ લોકપ્રિય સિંગર નેહા કક્કડને આ વાત પર થઈ રહ્યો છે પસ્તાવો

Photos: બોલીવુડની ખુબજ લોકપ્રિય સિંગર નેહા કક્કડને આ વાત પર થઈ રહ્યો છે પસ્તાવો

 | 4:26 pm IST

બોલીવુડની ખુબજ લોકપ્રિય સિંગર નેહા કક્કડ છેલ્લા ત્રણ મહીનાઓથી બ્રેકઅપ દર્દમાંથી બહાર આવવા કોશિશ કરી રહી છે. નેહાનું આ દર્દ જગજાહેર છે. કેમકે ખુદ નેહાએ પોતાના બ્રેકઅપ અંગે માહિતી આપી હતી. એટલું જ નહી કેટલાક રિયાલિટી શો પર નેહા એક્ટર હિંમાશુ કોહલી સાથેના બ્રેકઅપમાંથી બહાર આવવા મથી રહી છે અને આ વાતને લઈને ભાવુક થઈ હતી.

નેહાની આ હાલત જોઈને તેના પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર તેના એક્સ બોયફ્રેડને ટ્રોલ કર્યો હતો. જો કે ટ્રોલિંગ બાદ નેહાએ કહ્યુ કે હવે પોતાને ખુબજ પસ્તાવો થઈ રહ્યો છે કે શામાટે મે મારી ખાનગી વાતોને જાહેર કરી.

નેહાએ કહ્યુ કે હું ખુબજ લાગણીશીલ છું મારી પર્સનલ લાઈફમાં જે પણ થાય છે તે ખરેખર ખુબજ દુખદ છે, પણ મને હવે એ વાતનો ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે મારે મારી ખાનગી કે અંગત વાતને આ રીતે પબ્લીક વચ્ચે જાહેર કરવી જોઈએ નહી.

નેહાએ કહ્યુ કે ખરાબ સમયમા ખબર પડે છે કે પોતાને ઈમોશનલ બતાવવાથી લોકો તમારા અંગે નેગેટિવ વિચારવા લાગે છે. હિંમાશુએ એવુ કંઈ નથી કર્યુ કે તેનાથી તેને આટલું બધુ સાંભળવુ પડ્યુ. હિંમાશુને બહુ ખરાબ સાંભળવા મળ્યુ મારે આવુ કરવુ જોઈતુ નહોતુ. આવી ભૂલ હવે હું ફરી ક્યારેય નહી કરૂ.

સપ્ટેમ્બર મહિનામાં નેહા કક્કડે બોયફ્રેન્ડ હિંમાશુ કોહલી સાથે પોતાની રિલેશનશિપને ઈન્ડીયન આઈડલના સેટ પર જાહેર કરી હતી. એ પણ જાહેરાત કરી હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે. થોડા સમયમાં જ બંને વચ્ચે બ્રેકઅપ થયુ હતુ.

નેહાએ બ્રેકઅપની જાહેરાત ઈન્ડીયન આઈડલના સેટ પર જ્યારે એક સોંગ ગાઈ રહી હતી ત્યારે ફુટી ફુટીને રોઈ પડી હતી. એટલું જ નહી નેહાએ ગિંમાશુ માટે કેટલીક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી.

બ્રેક અપ બાદ નેહાએ એવા સોંગ રિલીઝ કર્યા જેનાથી અંદેશો લગાવી શકાય છે કે નેહા સાથે દગો કર્યો છે. નેહા જ્યારે સુપર ડાન્સરના શોમાં ગઈ ત્યારે પણ રડી પડી હતી, નેહાએ કહ્યુ કે હું ખુબજ દુખી છુ. પણ હવે અચાનક જ નેહા પોતાના બોયફ્રેન્ડના સપોર્ટમાં ઉતરી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન