Nehal Chudasama Become Miss Diva Universe 2018
  • Home
  • Featured
  • Photos: નેહલ ચુડાસમા બની Miss Diva Universe, મિસ યૂનિવર્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Photos: નેહલ ચુડાસમા બની Miss Diva Universe, મિસ યૂનિવર્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

 | 12:36 pm IST

મુંબઈની નેહલ ચુડાસમા 2018ની ‘મિસ ડીવા યૂનિવર્સ’ બની છે. ‘મિસ ડીવા યૂનિવર્સ’ એક એવું આયોજન છે જેમાં દેશભરની સુંદર છોકરીઓ ભાગ લે છે અને વિનર્સને મિસ યૂનિવર્સ માટે મોકલવામાં આવે છે. તો અદિતિ હુન્દિયાને મિસ ડીવા યૂનિવર્સ સુપરનેશનલનો પુરસ્કાર મળ્યો છે. આ સિવાય લખનઊની રોશની શિયોરે સેકન્ડ રનર અપ બની છે. આ ઉપરાંત આ શૉમાં ટાઇગર શ્રોફ અને સોનાક્ષી સિન્હાએ પોતાની પરફોર્મન્સથી લોકોનું દિલ જીતી લીધું હતુ.

ઉલ્લેખનીય છે કે આ શોને મલાઇકા અરોરા અને સોફી ચૌધરી હોસ્ટ કરી રહ્યા હતા. શોમાં જજ તરીકે સુશાંત સિંહ રાજપૂત, નેહા ધૂપિયા, શિલ્પા શેટ્ટી, લારા દત્તા અને ડિઝાઇનરની જોડી ફાલ્ગુની અને શેન પિકૉક હાજર હતા.