India: Nehru convicted for seat-sharing in China for UN Security Council: Arun Jaitley
  • Home
  • India
  • ચીનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સીટ અપાવવા માટે નહેરુ ગુનેગાર: અરૂણ જેટલી

ચીનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સીટ અપાવવા માટે નહેરુ ગુનેગાર: અરૂણ જેટલી

 | 7:48 pm IST

ત્રાસવાદી મસૂદ અઝહર ફરી એકવાર વૈશ્વિક ત્રાસવાદી જાહેર થતાં બચી ગયો. તેને પગલે દેશમાં આરોપ – પ્રત્યારોપનો દોર શરૃ થયો છે. કોંગ્રેસ પર નિશાન સાધતાં નાણા પ્રધાન અરૃણ જેટલીએ ગુરૃવારે કહ્યું હતું કે આ માટે મૂળરૃપે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૃ દોષિત છે. જવાહરલાલા નહેરૂએ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદન કાયમી સભ્યપદ માટે ભારતને બદલે ચીનનો પક્ષ લીધો હતો. જેટલીએ આ નિવેદન આપ્યું તેના ગણતરીના કલાકો પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના કેસમાં ચીને વીટોેનો ઉપયોગ કર્યા બાદ વડાપ્રધાન મોદીને નિશાન બનાવતાં કહ્યું હતું કે નબળા વડાપ્રધાન કહ્યા હતા.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા કે મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગથી ડરીને તેમની સામે નમી જાય છે. ઉલ્લેખનીય છે કે જૈશ -એ – મહમદના સુત્રધાર મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોને ચીને વધુ એકવાર નિષ્ફળ બનાવ્યા છે.

જેટલીએ રાહુલને વળતો જવાબ આપતાં જવાહરલાલા નહેરૃએ 2 ઓગસ્ટ 1955ના રોજ મુખ્યપ્રધાને પાઠવેલા પત્રને ટાંકતાં જણાવ્યું હતું કે,’કાશ્મીર અને ચીન એમ બંને મુદ્દે એક જ વ્યક્તિ દ્વારા ભૂલ થયેલી છે.’લોકસભા ચૂંટણી માટે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ અરૃણ જેટલીએ ટ્વિટ કરીને નહેરૃના પત્રના કેટલાક અંશનો પણ ઉલ્લેખ કર્યો હતો.

નાણાપ્રધાને કહ્યું હતું કે નહેરૃ દ્વારા મુખ્યપ્રધાનોને પાઠવવામાં આવેલો પત્ર સ્પષ્ટ કરે છે કે અમેરિકાએ અનઔપચારિક રીતે સુચવ્યું હતું કે ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લેવામાં આવે પણ સુરક્ષા પરિષદમાં ના લેવામાં આવે પરંતુ ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાન આપવામાં આવે.

નહેરૃએ ચીનની તરફદારી કરતાં પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે ચીન જેવા મહાન દેશ સાથે તે ઉચિત નહીં મનાય કે તેને સુરક્ષા પરિષદમાં સ્થાન ના મળે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જેટલીએ પુછયું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ કહેશો કે મૂળ દોષી કોણ છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન