પડોશીના કારણે ભારતે સંરક્ષણ મામલે મજબૂત બનવું જ પડે - Sandesh
  • Home
  • Columnist
  • પડોશીના કારણે ભારતે સંરક્ષણ મામલે મજબૂત બનવું જ પડે

પડોશીના કારણે ભારતે સંરક્ષણ મામલે મજબૂત બનવું જ પડે

 | 2:53 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

જ્યારે દેશની આજુબાજુ બે મોટા દુશ્મન રાષ્ટ્રોની સરહદો મળતી હોય ત્યારે ભારત પાસે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી કે તે પોતાના સંરક્ષણ બજેટમાં કાપ મૂકવાનું વિચારી પણ શકે. ભારતના પાકિસ્તાન સાથે ૧૯૪૭, ૧૯૫૫, ૧૯૭૧ અને એ બાદ કારગિલમાં યુદ્ધ થયા હતા. ચીન સાથે પણ આપણું ભીષણ યુદ્ધ ૧૯૬૨માં થયું હતું. ગયા વર્ષે ડોકાલામાં પણ લડાઈના પડઘમ વાગી ચૂક્યા હતા. પરંતુ મોદીજીની કુશળ કૂટનીતિ અને સુષમાજી અને તત્કાલીન વિદેશ સચિવ જયશંકરજી પણ સફળ કાર્યશૈલીથી યુદ્ધ ટાળી શકાયું. જે સરહદના સવાલો પર જંગ થઈ હતી, તે સવાલ આજે પણ હજુ વણઉકલ્યા છે. તેથી જ નાણામંત્રી નિર્મલા સીતારામને સમજદારીપૂર્વક રક્ષા બજેટ માટે ૩.૧૮ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તમને યાદ હશે કે અંતરિમ બજેટમાં પણ એટલા જ નાણાંની ફાળવણી કરાઈ હતી.

હવે જરા ભારતના સંરક્ષણ બજેટની સરખામણી ચીનના સંરક્ષણ બજેટ સાથે પણ કરી લઈએ. ચીને સેનામાં આધુનિકરણ અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ કરતાં પોતાના રક્ષા ખર્ચમાં ૮.૧ ટકાનો વધારો કરી ૧૭૫ અબજ ડોલર કરી દીધું છે. જાહેર છે કે ચીનનું સરંક્ષણ બજેટ આપણા દેશથી ઘણું વધારે છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ ( એનસીપી )ના અનુસાર ચીનનું ૨૦૧૮નું સંરક્ષણ બજેટ ૧,૧૧૦ અબજ યુઆન એટલે કે ૧૭૫ અબજ ડોલર છે. ચીન, આ પ્રકારે અમેરિકા પછી રક્ષા ક્ષેત્રે ખર્ચ કરનારો બીજો મોટો દેશ છે. હાલત એવી છે કે ચીને રક્ષા ખર્ચને વધારીને ૧૭૫ અબજ ડોલર કર્યું તે અંગે કહ્યું હતું કે તે છેલ્લા બે વર્ષની સરખામણીએ થોડું વધારે છે.

દરમિયાન ચીનના સંરક્ષણ બજેટમાં પાકિસ્તાનનો પણ હિસ્સો રહે છે, તે બધાને ખબર છે. મતલબ એ કે એક તો પાકિસ્તાનને પોતાનું અલગથી રક્ષા બજેટ છે અને બીજી તરફ ચીનના રક્ષા બજેટમાં પણ તેની હિસ્સેદારી હોય છે. આ તમામ તથ્યોને નજર અંદાજ કરતા આપણા કેટલાક સેક્યુલરવાદી બુદ્ધિજીવીઓ કહે છે કે ભારતે પોતાના સંરક્ષણ બજેટમાં કાપ મૂકવો જોઈએ. તેમને એ કોણ સમજાવે કે શાંતિની વાત અને પહેલ શક્તિશાળી જ કરી શકે છે. નબળાંને તો દુનિયા જીવવાનો પણ અધિકાર આપવા માટે રાજી નથી. કહેવાયું છે કે ક્ષમા તેને જ શોભે છે, જે હાથમાં શક્તિ રહેલી છે. તેનું શું છે જે દંતહીન, વિષહીન, વિનીત, સરળ હોય.

હવે એ પણ જાણી લઈએ કે ભારતથી ચાર ગણા નાના શાતિર પાકિસ્તાનનું રક્ષા બજેટ કેટલું છે ? પાકિસ્તાને ૨૦૧૮-૧૯ માટે ૫,૬૬૧ અબજ રૂપિયાનું બજેટ રાખ્યું છે. એ પહેલાં નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાનનું રક્ષા બજેટ ૯૯૯ અબજ રૂપિયા હતું. આ પૈસાનો ઉપયોગ પાકિસ્તાન પોતાની સેનાને મજબૂત કરવા માટે કરી રહ્યું છે. આ બંને દેશોના રક્ષા બજેટમાં વધારો કર્યા બાદ ભારતે પોતાના હિતોને તો જોવા જ રહ્યા. આ બંને દુશ્મન દેશ ભારતથી પ્રત્યક્ષ અને પ્રત્યક્ષરૂપે ખૂંદા ખાતા રહે છે. આપણે ડોકાલા સીમા વિવાદ સમયે ચીનને બેહદ નિંદનીય વલણવે જોયું હતું. તે ભારતને યુદ્ધ માટેની ગીધડ ધમકી પણ આપી ચૂક્યું હતું. પાકિસ્તાનના કેટલાક ધૂર્ત નેતા હજુ પણ ભારતને જોઈ લેવાની વાત કરતા રહે છે. પહેલાં નવાઝ શરીફ અને હવે ઇમરાન ખાનની સરકારોના ભારત વિરોધી વલણ સ્પષ્ટ જોઈ શકાય છે. બની શકે કે આપણી યુવા પેઢીને જાણ નહીં હોય કે ૧૯૬૨નાં યુદ્ધ બાદ ચીને આપણા અક્સાઈ ચીન પર કોંગ્રેસના શાસનમાં જબરજસ્તી પોતાનો કબ્જો જમાવી લીધો હતો. આ ક્ષેત્ર ૩૭,૨૪૪ વર્ગ કિલોમીટર છે, જેમાં ગ્લેશિયર ભરેલા છે. એ આખા કાશ્મીરમાં ઘાટી જેટલું મોટું છે. ભારતને એ ચીન દ્વારા જબરજસ્તી રીતે કબ્જે લેવાયેલા વિસ્તારને પાછો તો લેવાનો જ છે. ચીન આપણા અરુણાચલ પ્રદેશ પર પણ ગીધ નજર રાખે છે, તો ભારતને પોતાના રક્ષા બજેટને નિરંતર વધારવાની સાથે સેનાના તમામ અંગોને વધુ મજબૂત કરવાનું તો રહે જ છે.

જો વાત પાકિસ્તાનની કરીએ તો તેણે વિંગ કમાન્ડર અભિનંદનને જે ભાવનાથી પાછા મોકલ્યા હતા, તેનાથી સંકેત સ્પષ્ટ છે કે તેણે ભારતની શક્તિનો અંદાજ તો થઈ જ ગયો છે. ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનના પાઇલટને તરત સ્વદેશ મોકલ્યા તે કોઈ સામાન્ય ઘટના નથી. એ નવા ભારતના એક સખ્ત અને મજબૂત ચહેરો છે કે પાકિસ્તાન ઘૂંટણિયે પડી અભિનંદનને ભારત મોકલી દે છે. ત્યારે સૌએ જોયું હતું કે પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન કઈ રીતે પોતાની સંસદમાં અભિનંદનના છુટકારાની જાહેરાત કરી રહ્યા હતા. પુલવામા હુમલા બાદ ભારતીય કૂટનીતિની આગળ પૂરેપૂરું પરાજિત થઈ ગયું હતું પાકિસ્તાન.

વધુ એક વાત સમજવી પડશે કે ચીન અને પાકિસ્તાનને ભારતની પ્રગતિ ક્યારેય પસંદ આવી નથી. ભારતમાં સીધું રોકાણ (એફડીઆઈ) સતત વધતું જઈ રહ્યું છે.

ભારતથી વધુ એફડીઆઈ અન્ય કોઈ દેશને મળતું નથી. ભારતમાં અમેરિકા તથા ચીનથી પણ વધુ એફડીઆઈ આવી રહ્યું છે. દુનિયાભરના મોટા રોકાણકાર ભારતમાં પોતાની મૂડી રોકવાનું નક્કી કરી ચૂક્યા છે. જો એમ ન હોત તો ભારત કોઈ પણ હાલતમાં અમેરિકા કે ચીનથી એફડીઆઈ ખેંચી લાવવામાં સફળ રહ્યું ન હોત. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા, જાપાનથી લઈને દક્ષિણ કોરિયા, જર્મની, સિંગાપુર વગેરે દેશોમાં જઈ ત્યાંના મોટા રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનો આગ્રહ કરે છે. ભારત હવે આખા વિશ્વના રોકાણકારોને પસંદ આવવા લાગ્યા છે. ભારતને તો એફડીઆઈ વધુને વધુ આકર્ષિત કરવી પડશે. હ્લડ્ઢૈં વિના દેશમાં વિકાસની ગતિ લાંબી છલાંગ મારી શકે નહીં. વાસ્તવમાં હવે ભારતની તરફથી સંદેશ આખા વિશ્વને સ્પષ્ટ મળવો જોઈએ કે, આપણે રક્ષા ક્ષેત્રને મજબૂત કરતાં પોતાના અન્ય ક્ષેત્રોને પણ નજરઅંદાજ કરીશું નહીં. અ પણ થઈ રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા નિરંતર નક્કર થઈ રહી છે. પરંતુ આપણી સમક્ષ બેરોજગારી પણ એક મોટો પડકાર બનેલી છે. આપણે આપણી વધતી જતી વસતી પર પણ તુરંત સખ્તીથી નિયંત્રણ લાદવું પડશે. આ બંને મોરચે હજુ દેશને ઘણી લાંબી લડાઈ લડવાની છે. આ બંને મુદ્દે એક બીજા સાથે પૂરેપૂરા જોડાયેલા છે. વધતી વસતીને કારણે જ બેરોજગારીનો મુદ્દો ગંભીર થઈ રહ્યો છે. આપણે પાકિસ્તાન તો બની શકીએ નહીં. પાકિસ્તાને પોતાને રક્ષા ક્ષેત્રમાં મજબૂત કરવાના ચક્કરમાં ગરીબી હટાવવા, શિક્ષણ , આરોગ્ય જેવા પ્રશ્નોને મહત્ત્વ આપ્યું નહીં. તેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન બરબાદીના આરે ઊભું છે. તે આજે ભીખનો કટોરો લઈને દુનિયાભરમાંથી આર્થિક મદદ માગી રહ્યું છે. ત્યાં મોંઘવારી સાતમા આસમાને પહોંચી ગઈ છે. સામાન્ય પ્રજાને તો ટળવળતાં મરવું પડી રહ્યું છે. ભારતે પોતાની ચારેબાજુ મજબૂત રહેવું પડશે. પરંતુ એ પણ જરૂરી છે કે આ ક્રમમાં ભારત વિશ્વ બંધુત્વનો સંદેશ પણ આપતું રહે.

( લેખક રાજ્યસભાના સભ્ય છે )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન