હવે ખેડૂતો ઉભા પાકમાં જ પોટાશનું પ્રમાણ જાણી શકશે - Sandesh
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હવે ખેડૂતો ઉભા પાકમાં જ પોટાશનું પ્રમાણ જાણી શકશે

હવે ખેડૂતો ઉભા પાકમાં જ પોટાશનું પ્રમાણ જાણી શકશે

 | 8:23 am IST

કપાસ અને મગફળીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવા નેનો સેન્સરની શોધ કરી છે, જેના ઉપયોગથી ખેડૂતો પોતાના ખેતરમાં જ ઉભા કરેલા પાકમાં પોટાશનુ પ્રમાણ જાણી શકશે.

કંપાસ બોકસ જેવુ દેખાતુ આ ડિવાઇસ નેનો સેન્સર છે. જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના સંશોધન વૈજ્ઞાનિક ડો.જયમીન જાદવે પાંચ વર્ષની જહેમત બાદ નેનો સેન્સરનો આવિષ્કાર કયોઁ છે. સિલ્વર અને કાર્બનના નેનો પાર્ટિકલથી આ ડીવાઇસ તૈયાર થઇ છે. માઇક્રો ચીપ ઉપર કપાસ કે મગફળીના પાનનો રસ મૂકવાથી પાકમાં પોટાશનુ પ્રમાણ ઘટે તે પહેલા જ ખેડૂત પાતાના જ ખેતરમાં તેની માત્રા જાણી શકશે.

સામાન્ય રીતે ઘઉં, કપાસ, શાકભાજી અને ફળોના પાકમાં પોટાશનુ સત્વ ખુબ જ જરુરી હોય છે. જેની મદદથી ખેડૂતો પોતાના પાકની ગુણવત્તા અને જથ્થો વધુ મેળવી શકે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા ડો.જયમીન જાદવની નેનો સેન્સરની શોધને એવોર્ડ અપાયો હતો. દેશભરમાંથી આવેલા 3 હજાર વૈજ્ઞાનિકોમાંથી ડો.જયમીન જાદવને જૂનાગઢ કૃષિ યુનીવીર્સિટીને આ ગૌરવ કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધનના હાથે અપાવ્યુ છે..આમ નેનો સેન્સર ટૂંક સમય માંજ બજારમાં ઉપલબ્ધ થઇ જશે અને કપાસ તથા મગફળી પકવતા ખેડૂતો માટે સસ્તા દરે સુલભ બનશે.