Neon CEO Pranav Mistry Explains Tech Behind His Overhyped ‘Artificial Humans’
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતીનો વાગ્યો દુનિયામાં ડંકો: પાલનપુરમાં જન્મેલા વિજ્ઞાનીએ બનાવ્યો કૃત્રિમ માનવી NEON

ગુજરાતીનો વાગ્યો દુનિયામાં ડંકો: પાલનપુરમાં જન્મેલા વિજ્ઞાનીએ બનાવ્યો કૃત્રિમ માનવી NEON

 | 6:45 am IST
  • Share

સામાન્ય માણસની જેમ જ બોલતા, ચાલતા અને વર્તન કરતા રોબો હજી બની રહ્યા છે પણ ભારતીય વૈજ્ઞાનિકે વર્ચ્યુઅલી આ સિદ્ધ કરી દીધું છે. સામાન્ય માણસો જેવા જ લાગતા અને વ્યવહાર કરતા વર્ચ્યુઅલ માણસોનું તેમણે સર્જન કરી દીધું છે.

ટીવી એન્કર, સેલિબ્રિટી કે સાથી અને મિત્ર જેવો પણ ડિઝાઇન કરી શકાય છે

દુનિયાના સૌથી મોટા કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં સ્ટાર લેબ્સે આર્ટિફિશિયલ હ્યુમન રજૂ કર્યો, જેને NEONs નામ અપાયું છે. સ્ટાર લેબ્સને ફંડિંગ સેમસંગે કર્યું છે. સ્ટાર્ટઅપ કંપનીએ જે આર્ટિફિશિયલ હ્યુમન રજૂ કર્યા, તે દેખાવમાં માનવી જેવા જ છે. કંપનીના મતે આર્ટિફિશિયલ હ્યુમન માનવીને જેમ વાત કરે અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં પણ સક્ષમ છે. કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઇ ટેકનિકથી બનેલા હ્યુમને વાતચીત અને ઇશારા પણ પ્રર્દિશત કર્યા. કેલિફોર્નિયા સ્થિત સ્ટાર્ટઅપ સ્ટાર લેબ્સ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગની સહાયક યુનિટ છે.  આ ટેકનિકની મદદથી એવા ડિજિટલ બિઇંગ્સને તૈયાર કરી શકાશે, જે ડિસપ્લે કે વીડિયો ગેમ્સમાં નજરે પડશે કે તેમને ટીવી એન્કર, પ્રવક્તા, ફિલ્મ કલાકાર કે સાથી અને મિત્ર જેવો પણ ડિઝાઇન કરી શકાય એમ છે. સ્ટાર લેબ્સના સીઇઓ પ્રણવ મિસ્ત્રીનું કહેવું છે કે આ એઆઇ એક રીતે માનવીના મોડેલ પર જ બનાવાયો છે અને તે અત્યાધિક વિસ્તૃત ભાવ-ભંગીમા દર્શાવી શકે છે. કંપનીએ આર્ટિફિશિયલ હ્યુમનનું નામ નિયોન રાખ્યું છે. મિસ્ત્રીના મતે એઆઇ મોડેલના સ્વભાવને પ્રોગ્રામ પણ કરી શકાય છે.

કોઈ માનવીએ બોલી ન હોય એવી ભાષા પણ બોલશે !

ભારતમાં જન્મેલા મિસ્ત્રીના મતે તે માનવીની જેવા દેખાય છે કેમકે તેનું મોડેલ માનવી જેવું જ તૈયાર કરાયું છે. મિસ્ત્રી કહે છે કે એઆઇ હ્યુમન એ ભાષા પણ બોલી શકે છે કે જેને ક્યારેય કોઇ શખ્સે બોલી નહીં હોય કેમકે તેને પ્રોગ્રામ કરવાની સુવિધા છે. મિસ્ત્રી કહે છે કે આ રીતે ડિજિટલ બિઇંગ્સ તૈયાર કરવો એક જાદુ જેવું છે અને તે આ જાદુની દુનિયા સમક્ષ જાહેર કરવા ઇચ્છે છે.

નિયોન માનવીની જેમ જોવા, વ્યવહાર કરવા અને વાતચીત કરવા પ્રશિક્ષિત

સ્ટાર લેબ્સના મતે નિયોન માનવીથી પ્રેરિત છે અને તે માનવીની જેમ જોવા, વ્યવહાર કરવા અને વાતચીત કરવામાં પ્રશિક્ષિત છે. જો કે લાંબા સમયથી ડિજિટલ અવતાર એ રીતે પ્રોગ્રામ કરાઇ રહ્યા છે કે તે ખાસ કામ કરી શકે, પરંતુ નિયોન તેનાથી આગળ વધતા માનવની જેમ ભાવવાહી ઢબે વાતચીત કરી શકવા માટે સક્ષમ છે.

નિયોનને જોઈને લાગે કે તે કલાકારોનો ૧ વીડિયો છે!

કંપનીનું કહેવું છેકે આર્ટિફિશિયલ હ્યુમન અસલી લોકોના લક્ષણ અપનાવી શકે છે અને દરેક નિયોન પોતાની નવી મૂવમેન્ટ (હિલચાલ )અને ડાયલોગ બનાવી શકે છે. પરંતુ આ શોધે તમામને પ્રભાવિત કર્યા નથી. કન્સલ્ટટન્સી સીસીએસ ઇન્સાઇટના બેન વુડે ટ્વિટ કર્યું કે તે નિયોનને જોઇ ઉત્સાહિત નહીં થયા. તેમણે કહ્યું કે નિયોનને જોઇને લાગે છે કે તે કલાકારોનો એક વીડિયો છે.

મિસ્ત્રીએ છઠ્ઠી ઇન્દ્રિય પણ વિકસાવી

મિસ્ત્રીનું કહેવું છે કે કોઇ પણ તેના મૂળ ટેકનિક સુધી પહોંચી બનાવી નહીં શકે અને અમે આ ટેકનિક અંગે જમીન સ્તરે કામ કરી રહ્યા છે. મિસ્ત્રીએ કંપનીના બિઝનેસ મોડેલનો ખુલાસો કર્યો નથી, પરંતુ કહ્યું છે કે ભાગીદાર કંપનીઓ કેટલીય સેવાઓ માટે આ અવતારોનો ઉપયોગ કરી શકે છે. ભારતમાં પેદા થયેલા મિસ્ત્રી સિક્સ્થ સેન્સ – છઠ્ઠી ઇન્દ્રિય વિકસિત કરવા માટે જાણીતા છે. મિસ્ત્રી ઇશારાથી ચાલતી પહેરી શકાય એવી ટેકનિક પ્રણાલીને વિકસિત કરવામાં યોગદાન આપી ચૂક્યા છે.

પ્રણવ મિસ્ત્રી કોણ છે?

મૂળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. હૈદારાબાદમાં માઇક્રોસોફ્ટમાં જોબ સ્વીકારી સ્પોન્સરશીપથી પીએચડી કરવા અમેરિકા ગયા બાદ ‘સિકસ્થ સેન્સ’ના સંશોધક બન્યા. જેમાં હાર્ડવેરના વિવિધ ભાગોને ગળામાં લટકાવી શકાય તેવા મોબાઇલમાં ડિવાઇસ ફીટ કરેલા હોય છે. અને ખિસ્સામાં રાખેલ મોબાઇલ કમ્યુટિંગ ડિવાઇઝ સાથે બ્લુટુથ દ્વારા પ્રોજેકટર અને કેમેરા જોડેલા હોય છે. પ્રણવે માઇક્રોસોફટ, ગુગલ, નાસા, યુનેસ્કો, કોર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી કંપનીઓમાં કામ ર્ક્યું છે. હવે તેમણે આર્ટિફિશિયલ હ્યુમન NEONs રજૂ કર્યા.

કયા દેશમાં કેટલા રોબોટ કર્મચારીઓ

જાપાન : 295

સિંગાપોર : 169

દ. કોરિયા : 164

જર્મની : 163

સ્વીડન : 126

ઈટાલી : 124

ફિનલેન્ડ : 98

બેલ્જિયમ : 89

અમેરિકા : 86

સ્પેન : 84

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન