Nepal bowler Anjali Chand records took 6 wicket,norun in T20 cricket
  • Home
  • Sports
  • Cricket
  • દુનિયાના દિગ્ગજ બોલર્સને પછાડી આ ખેલાડીએ એક પણ રન આપ્યા વગર લીધી 6 વિકેટ

દુનિયાના દિગ્ગજ બોલર્સને પછાડી આ ખેલાડીએ એક પણ રન આપ્યા વગર લીધી 6 વિકેટ

 | 4:25 pm IST

ક્રિકેટ જગતમાં સતત નવા રેકોર્ડ બને છે અને જૂના રેકોર્ડ તૂટે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે શાનદાર ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચમાં વોર્નર 335 રન બનાવીને અણનમ રહ્યો. ત્યારે હવે ક્રિકેટ જગતમાં એક બોલરે અનોખી સિદ્ધિ મેળવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ નેપાલની અંજલિ ચંદે સોમવારે ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને 6 વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાલના પોખરામાં રમાયેલ એક મુકાબલામાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ કે સાઉથ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની આ પહેલી મેચ હતી. જેમાં અંજલિએ ઇતિહાસ રચ્યો.

નેપાલે, માલદીવની મહિલા ટીમને માત્ર 16 રને ઓલઆઉટ કરી. જેના પછી માત્ર 0.5 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 17 રન બનાવી મેચ જીતી હતી. લક્ષ્યનો પીછો કરવા મેદાન પર ઉતરેલ ટીમ નેપાલ માટે ઓપનર બેટ્સમેન કાજલે સૌથી વધુ 13 રન બનાવ્યા અને 4 રન એકસ્ટ્રાના મળ્યા. આ રીતે નેપાલે પહેલી મેચ જીતી. આ મેચમાં એક પણ રન આપ્યા વગર 6 વિકેટ લેનાર અંજલિના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટ(પુરુષ અને મહિલા) નો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમ ઇન્ડિયાના દીપક ચાહરે શાનદાર બોલિંગ કરી બાંગ્લાદેશ વિરુદ્ધ 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં હીરા ઉદ્યોગકરોની આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓની માગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન