Nepal Kushal Malla created Half Century at an early age
  • Home
  • Sports
  • Cricket
  • સચિન-અફરિદીનો રેકોર્ડ તોડી નેપાળના આ ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સચિન-અફરિદીનો રેકોર્ડ તોડી નેપાળના આ ખેલાડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 11:37 am IST

નેપાળના 15 વર્ષીય બેટ્સમેન કુશલ મલ્લાએ પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2માં શનિવારે યૂનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા (યૂએસએ) વિરૂદ્ધ બેટિંગ કરતા કુશલે છ નંબર પર બેટિંગ કરતા 49 બોલમાં શાનદાર હાફ સેંચુરી ફટકારી. આ સાથે જ તેઓ સૌથી નાની ઉંમરમાં હાફ સેંચુરી બનાવનાર ખેલાડી બની ગયો છે.

વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં હાફ સેંચુરી ફટકારનાનો રેકોર્ડ પણ નેપાળની ટીમના એક બેટ્સમેનનાં નામે હતો. નેપાળના રોહિત કુમાર પૌડેલે 16 વર્ષ 146 દિવસમાં અમેરકા વિરૂદ્ધ હાફ સેંચુરી બનાવી હતી.

પરંતુ કુશલ મલ્લાએ 15 વર્ષ અને 340 દિવસમાં વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં હાફ સેંચુરી બનાવી વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે. આ મામલે કુશલે પાકિસ્તાનનાં પૂર્વ ઠલરાઉન્ડર શાહિદ અફરિદી અને ટીમ ઇન્ડિયાનાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરને પણ પાછળ છોડી દીધા છે.

શાહિદ અફરિદીએ 16 વર્ષ 217 દિવસમાં હાઉ સેંચુરી બનાવી હતી. જોકે, તેણે બાદમાં હાફ સેંચુરીને સદીમાં તબદીલ કરી હતી. ત્યાં જ ક્રિકેટના ભગવાન મનાતા સચિને 17 વર્ષની ઉંમરમાં હાફ સેંચુરી ફટકારી હતી.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં CAAના સમર્થનમાં રેલીનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન