Nepal PM KP Sharma Oli tries to talk With India over Controversy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતનાં આક્રમક વલણથી નેપાળી PMની ઓલીની અકડ ઢીલી પડી, હવે શોધી રહ્યા છે દોસ્તીના રસ્તાઓ

ભારતનાં આક્રમક વલણથી નેપાળી PMની ઓલીની અકડ ઢીલી પડી, હવે શોધી રહ્યા છે દોસ્તીના રસ્તાઓ

 | 10:56 am IST

ચીનના ઉશ્કેરણી બાદ ભારત વિરોધી પગલું ભરીને નેપાળ હવે ઢીલું પડી રહ્યું છે. અને નેપાળના પીએમ કેપી શર્મા ઓલીની અકડ પણ હવે ઠેકાણે આવી રહી છે. ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ હજુ ચાલુ છે. ભારતના કડક વલણ બાદ નેપાળની ઓલી સરકાર એક્સપર્ટની સલાહ લઈ રહી છે કે, હવે કેવી રીતે ભારત સાથે વાતચીતને આગળ વધારી શકાય. નેપાળ સરકારે આ પગલું ત્યારે ભર્યું છે, જ્યારે સીમા, અયોધ્યા અને બુદ્ધને લઈ વિવાદ વધી રહ્યો છે.

એટલું જ નહીં, પીએમ ઓલી બીજેપી અને આરએસએસ મારફતે મોદી સરકારને મનાવવા માટે લાગી ગયા છે. નેપાળી અખબારના રિપોર્ટ પ્રમાણે ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનાર નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ જ્ઞવલીએ છેલ્લા અઠવાડિયામાં અનેક પૂર્વ મંત્રીઓ અને એક્સપર્ટ સાથે ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે સલાહ લીધી છે. નેપાળી વિદેશ મંત્રી આ વાતની પુષ્ટિ પણ કરી છે કે ભારત સાથે વાતચીતના પ્રયાસ ચાલુ છે.

નેપાળના વિદેશમંત્રીએ કહ્યું કે, કાઠમાંડુ અને નવી દિલ્હીમાં ભારતની સાથે વાતચીત શરૂ કરવાના પ્રયાસ ચાલુ છે પણ તેનું પરિણામ આવતાં હજુ પણ વધારે સમય લાગશે. નેપાળી અખબારના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિવાદીત નક્શાના સામેલ કર્યા બાદ ભારત હવે વાતચીત માટે કોઈ ઉત્સાહ દેખાડી રહ્યું નથી. અને વિદેશ મંત્રી પણ કોઈ નિર્ણય લઈ શકતાં નથી કે ભારત સાથેની વાતચીતને કેવી રીતે આગળ વધારી શકાય.

એક નેપાળી એક્સપર્ટે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, નેપાળના વિદેશ મંત્રી આમ તેમ વાતો કરવાના બદલે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સીધા ફોન પર વાત કેમ નથી કરતાં. આ પ્રકારની પરિસ્થિતિમાં બંને દેશોના નેતાઓ વચ્ચેનાં ગાઢ સંબંધ ખુબ જ જરૂરી છે. એટલું જ નહીં પીએમ ઓલી પરદા પાછળની વાતચીત માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓલી અને તેમના સલાહકારોએ ભાજપના નેતાઓ રામ માધવ, વિજય જોલી અને આરએસએસનાં નેતાઓ સાથે સંપર્ક કર્યો છે.

આ વીડિયો પણ જુઓઃ સંખેડા તાલુકામાં વરસાદને પગલે સંખેડા-હાંદોડ વચ્ચે પાણી ફરી વળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન