Nepal PM urges India to immediately withdraw its Army from Kalapani
  • Home
  • Featured
  • કાળાપાણી પર નેપાળના PM ઓલીએ ભારતને દેખાડ્યા તેવર, કહ્યું- એક ઇંચ પણ જમીન લીધી તો…

કાળાપાણી પર નેપાળના PM ઓલીએ ભારતને દેખાડ્યા તેવર, કહ્યું- એક ઇંચ પણ જમીન લીધી તો…

 | 11:11 am IST

નેપાળમાં ભારતના નવા નકશાને લઇ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેપાળ, ભારત અને તિબેટની વચ્ચે ટ્રાઇજંકશનમાં આવેલ કાલાપાણી ક્ષેત્ર નેપાળનો હિસ્સો છે અને ભારતે ત્યાંથી પોતાની સેના તાત્કાલિક હટાવી લેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ દેશનો નવો નકશો રજૂ કર્યો હતો ત્યારબાદ નેપાળે કાળાપાણી વિસ્તારને ઉત્તરાખંડમાં દેખાડતા નારાજગી વ્યક્ત કરી હતી.

નેપાળની આપત્તિના જવાબમાં ભારતે કહ્યું હતું કે નકશો સંપૂર્ણપણે ભારતની સંપ્રભુતાને દેખાડે છે અને નેપાળની સાથે સરહદમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી.

નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યુથ વિંગ નેપાળ યુવા સંગમની એક બેઠકને સંબોધિત કરતાં ઓલીએ કહ્યું કે અમે અમારા ભૂ-ભાગની એક ઇંચ પર પણ કોઇ દેશને કબ્જો કરવા દઇશું નહીં. ભારતે તેને ખાલી કરવાનું પડશે. ઓલીએ આગળ કહ્યું કે અમારા ભૂ-ભાગથી ભારતીય સેનાને હટાવ્યા બાદ જ અમે કોઇ વાર્તામાં સામેલ થઇશું.

નેપાલી પીએમે કહ્યું કે તમની સરકાર પોતાના દેશની સરહદોની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. દેશના સુરક્ષાબળ પોતાની જમીન પર પોતાનો અધિકાર પાછો મેળવવા માટે એકજૂથ છે. એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે ભારતના નવા નકશાના વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શન પ્રોપેગેન્ડાનો હિસ્સો છે. કાળાપાણીના વિસ્તારને લઇ એવો પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે જેમકે તેઓ આજની જ ઘટના હોય જ્યારે આ દાયકા પહેલાંની વાત છે. આ રાષ્ટ્રભકત સરકાર કોઇને નેપાળની એક ઇંચ જમીન પર પણ કબ્જો કરવા દેશે નહીં. શાંતિપ્રિય દેશ નેપાળ ના તો કોઇ દેશની જમીન પર કબ્જો કરશે અને ના તો કોઇને પોતાની જમીન પર કબ્જો કરવા દેશે. તેમની સરકાર કાળાપાણી મુદ્દાને કૂટનીતિ દ્વારા જ ઉકેલવા માંગે છે.

હિમાલયન ટાઇમ્સના મતે ભારતના નવા નકશાને લઇ ત્રણ દિવસ પહેલાં જ ઓલીએ એક સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ વિદેશ મંત્રી પણ સામેલ થયા. બેઠકમાં ભારતની સામે આ મુદ્દાને ઉઠાવાની માંગણી કરાઈ.

ભારતે પોતાના નિવેદનમાં નેપાળને બંને દેશોની વચ્ચે મતભેદ પેદા કરવાની કોશિષોની વિરૂદ્ધ ચેતવ્યું પણ ખરા.

આ વીડિયો પણ જુઓ – કરણી સેનાના કાર્યકરો નિત્યાનંદ આશ્રમ બહાર ન્યાય માટે ધરણા પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન