Nepal: 43 people dead, 24 missing, 20 injured due to flooding and landslide
  • Home
  • Featured
  • નેપાળમાં વરસાદનો કહેર: પૂર-ભૂસ્ખલનથી 43ના મોત, 24 ગુમ

નેપાળમાં વરસાદનો કહેર: પૂર-ભૂસ્ખલનથી 43ના મોત, 24 ગુમ

 | 8:02 am IST

નેપાળમાં ધોધમાર વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનથી 43 લોકો મોત થયા છે. જ્યારે 24 લોકો ગુમ થઇ ગયા છે. નેપાળ પોલીસે જણાવ્યું કે લગભગ 20 લોકોને ઇજા પહોંચી છે. જોકે 50 લોકોને બચાવાયા હતા. પૂરથી સૌથી વધુ સિમર જિલ્લો પ્રભાવિત થયો છે જ્યાં 24 કલાકમાં 311 મિમી વરસાદ થયો. જ્યારે જનકપુરમાં 245.2 મિમી. કાઠમંડુના અમુક ભાગોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. નેપાળે આગામી 24 કલાક માટે હાઈએલર્ટ જાહેર કર્યુ છે.

ડેમ તૂટ્યો, પાણી ઘરોમાં ઘૂસ્યાં
અહીં બિહારના ઉત્તર અને નેપાળના અનેક ક્ષેત્રોમાં સતત વરસાદ બાદ કોશી, ગંડક, બૂઢી ગંડક, ગંગા અને બાગમતી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેનાથી સીતામઢી, શ્યોહર, પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને મધુબની જિલ્લામાં પૂર આવી ગયું છે. પૂરથી શનિવારે કિશનગંજમાં બે બાળકો મૃત્યુ પામ્યાં. સીતામઢીના સુપ્પી ક્ષેત્રમાં બાગમતી નદી પર બનેલ ડેમ તૂટી પડ્યો હતો. તેનાથી અનેક ગામમાં પાણી ઘૂસી ગયું. સુપોલમાં કોસી મહાસેતુની બાજુમાં ડેમ તૂટવાથી 60 ગામડાંમાં પાણી ભરાઈ ગયું. પૂર્વ ચંપારણ, અરરિયા, કિશનગંજ અને સીતામઢીની સ્કૂલોમાં 15 જુલાઈ સુધી રજા જાહેર કરાઈ છે.

રાજધાની કાઠમંડુ આખું જળમગ્ન થઇ ગયું ગયું છે. મૃતકોમાં ત્રણ સભ્ય તો એક જ પરિવારમાંથી છે. કાઠમંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધસી પડતા ઝપટમાં આવી ગયા હતા.

વડાપ્રધાન ખડગ પ્રસાદ શર્મા ઓલી એ પૂર અને ભૂસ્ખલનોમાં મૃત્યુ પામતા લોકોને શોક સંતપ્ત પરિવારોના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી ટ્વીટ કરી કે આપદામાં મૃતક લોકોના પરિવારોની સાથે મારી ઘેરી સંવેદના છે.

આ વીડિયો પણ જુઓ – ચંદ્રયાન – 2 પર સંદેશ ન્યૂઝની વૈજ્ઞાનિક પ્રકાશ ડે સાથે ખાસ વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન