અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો પરાજય - Sandesh
NIFTY 10,972.50 -46.40  |  SENSEX 36,453.91 +-87.72  |  USD 68.5350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો પરાજય

અંડર-19 એશિયા કપમાં નેપાળ સામે ભારતનો પરાજય

 | 7:48 pm IST

નેપાળે અંડર-19 એશિયા કપમાં ગત ચેમ્પિયન ભારતીય ટીમને 19 રનથી પરાજય આપી ક્રિકેટ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. નેપાળ તરફથી આ જીત માટેનો હીરો કેપ્ટન દિપેન્દ્રસિંહ રહ્યો હતો. જેણે બેટિંગમાં શાનદાર 88 રન બનાવ્યા હતા અને નેપાળે આઠ વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ એક વિકેટે 91 રનેથી ફક્ત 166 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બોલિંગમાં પણ દિપેન્દ્ર સિંહે 39 રન આપી ચાર વિકેટો ઝડપી હતી.

જવાબમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. અને એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ ખૂબ આસાનીથી મેચ જીતી જશે. હિમાંશુ રાણાએ ભારતીય ટીમ માટે આક્રમક શરૂઆત કરી હતી અને તેણે ફક્ત 38 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46 રન ઝૂડી કાઢયા હતા. એક સમયે ભારતને જીત માટે 27 ઓવરમાં ફક્ત 96 રનની જરૂર હતી અને ટીમની નવ વિકેટો અકબંધ હતી. આ સમયે દિપેન્દ્રએ અથર્વની વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ તો સંપૂર્ણ મેચની સ્થિતિ બદલાઇ ગઇ હતી. દિપેન્દ્રને પવન સરાફ (2-24) અને શાલાબ આલમનો (2-૧૧) સારો સહકાર મળ્યો હતો.