Nephew kills Uncle at Bharuch in Gujarat
  • Home
  • Gujarat
  • ભરૂચ: કચરો વીણવા જેવી નજીવી બાબતે મામા ભાણેજ વચ્ચે ખેલાયો ખુની ખેલ, એકનું મોત

ભરૂચ: કચરો વીણવા જેવી નજીવી બાબતે મામા ભાણેજ વચ્ચે ખેલાયો ખુની ખેલ, એકનું મોત

 | 8:05 pm IST

ભરૂચના કોલેજ રોડ પર કચરો વીણવા જેવી બાબતે મામા ભાણેજ વચ્ચે મારામારી થતા મામાનું સારવાર દરમ્યાન મોત થયું છે. વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે છોડાવવા પડેલ મામાને ભાણિયાએ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ સુત્રોની માહિતી અનુસાર ભરૂચના કોલેજ રોડ પર સતનામ નગર નજીક શ્રમજીવી વસાહતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી 31 વર્ષીય રાજેશ રાણાની તેના સગા ભાણેજ નીલેશ ભુરીયાએ હત્યા કરી દીધી છે. આરોપી નીલેશ ભુરીયા અને નજીકમાં જ રહેતા શાંતુ ભુરીયા વચ્ચે કચરો વીણવા બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો.

જેથી બંનેનો ઝગડો ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમ્યાન મરણ જનાર અને આરોપીના મામા રાજેશ રાણા મધ્યસ્થી કરવા ગયા હતા. પરંતુ ઉશ્કેરાયેલા આરોપી નીલેશ ભુરીયાએ પોતાના સગા મામા રાજેશ રાણાને ઢોર માર માર્યા હતો.

આ સમગ્ર ઝગડામાં ગંભીર રીતે ઘવાયેલા રાજેશ રાણાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. 31 વર્ષીય યુવાન રાજેશ રાણાના મોતના પગલે તેઓના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. જો કે હત્યા કરી નિલેશ ભુરીયો ફરાર થઇ ગયો છે.

બનાવની જાણ થતા જ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી બનાવ સંદર્ભે હત્યા અંગેનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી ગઈ હતી. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે આરોપી નિલેશ ભૂરિયાની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન