નેટનો બેકલેસ બ્લાઉઝ એન્ડ ગાઉન - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • નેટનો બેકલેસ બ્લાઉઝ એન્ડ ગાઉન

નેટનો બેકલેસ બ્લાઉઝ એન્ડ ગાઉન

 | 12:21 am IST

ટ્રેન્ડઃ મૈત્રી દવે

લગ્નની સીઝનની શરૂઆત થઇ ચૂકી છે, તેથી આ વર્ષ પરણનારી તમામ માનુનીઓને લગ્નની ખરીદીની શરૂઆત થઇ ગઇ હશે, આમ પણ કમુરતા ઉતરે એટલે સારા દિવસોમાં લેટેસ્ટ ફેશનના આઉટફીટ્સની ખરીદી કરવા માટે સ્ત્રીઓ તૈયાર થઇ જતી હોય છે, વળી જેના લગ્ન હોય તે સ્ત્રીઓ તો ખાસ આ સમયની રાહ જોતી હોય છે, જેથી તેઓ મનગમતા આઉટફીટ્સની ખરીદી શરૂ કરી શકે. વળી જે છોકરીના લગ્ન હોય એટલે આણાની પણ તૈયારી કરવાની હોય છે, આણાની તૈયારીની વાત આવે એટલે સૌથી પહેલાં માનુનીઓ એવું વિચારતી હોય છે કે એકપણ કપડાં એકબીજા જેવા ન આવી જાય, દરેક કપડાંની સ્ટાઇલ એકબીજા કરતાં અલગ હોય જેથી કરીને તમામ સ્ટાઇલના કપડાં આવી જાય અને કોઇ સ્ટાઇલ રિપીટ પણ ન થાય. આ માટે ખાસ યાદી બનાવીને આણાની ખરીદી કરતી હોય છે, જેથી લેટેસ્ટ ફેશનના કપડાંની ખરીદી થઇ શકે. આ વખતે નવપરણીત બ્રાઇડ માટે ફેશનમાં ઘણાં જ ઓપ્શન અવેલેબલ થઇ જશે, એમાંના જ એક ઓપ્શનની આજે આપણે વાત કરી લઇએ. આ ઓપ્શન એટલે કે નેટના બ્લાઉઝમાં બેકલેસ સ્ટાઇલ અને ગાઉનમાં નેટ બેકલેસ સ્ટાઇલ.

શું છે આ સ્ટાઇલ તેના વિશે વિગતે વાત કરીએ.

નેટનો બેકલેસ બ્લાઉઝ અને ગાઉન

હાલના સમયે બેકલેસમાં પણ ઘણી સુંદર સુંદર ડિઝાઇન અવેલેબલ છે, જો તમે એકદમ બેકલેસ પહેરવા ન ઇચ્છતા હોવ તો પણ તમને ઓપ્શન મળી રહેશે, જે સાવ બેકલેસ પણ નહીં હોય અને બેકલેસ જેવી ડિઝાઇન પણ તમને મળી જાય. આ ડિઝાઇન એટલે નેટ બેકલેસ. નેટ બેકલેસમાં બેક સાઇડ પર બેકલેસની ડિઝાઇનમાં જ નેટ હોવાના કારણે ટોટલ બેકલેસનો અનુભવ નહીં થાય અને એક નવી સ્ટાઇલ એક્સપ્લોર કરવા મળશે.

નેટ બેકલેસ બ્લાઉઝ

નેટ બેકલેસ બ્લાઉઝ બે પ્રકારના આવે છે, એક પ્રકાર સિમ્પલ નેટ વીથ ઇનર, કે જેમાં બેકલેસમાં પ્લેઇન નેટનો જ ઉપયોગ થાય છે, જ્યારે તમારે પ્લેઇનના બદલે ડિઝાઇનર બ્લાઉઝની પસંદગી કરવી હોય તો નેટ ઉપર વર્ક અને કટઆઉટ પણ તમે લગાવી શકો છો. નેટ ઉપર કટાઉટ્સ પણ તમે લગાવી શકો છો, નેટ ઉપર અલગ-અલગ શેપના કટાઉટ લગાવીને તમે આખા ડિઝાઇનર બ્લાઉઝને તૈયાર કરી શકશો, જે દેખાવે સુંદર લાગશે.

આમ નેટ બેકલેસ ગાઉન અને બ્લાઉઝ બંનેની પસંદગી લગ્નના કલેક્શન માટે બિન્ધાસ કરી શકાય છે.

બ્લાઉઝ અને ગાઉન બંનેમાં

જો તમે ગાઉનની પસંદગી કરતાં હોય તો તેમાં પણ નેટ બેકલેસનો ઉપયોગ કરી શકો છો, જેમાં ફુલ ગાઉન નેટનું હોય એવું જરૂરી નથી, માત્ર બેકમાં ડિઝાઇનર નેટનો ઉપયોગ પણ કરી શકાય છે. વળી જે લોકોને ફુલ નેટ ગાઉન પસંદ હોય તેઓ પણ આ ડિઝાઇનનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય જો તમે સાડી માટે બેકલેસ બ્લાઉઝની પસંદગી કરવા માંગતા હોવ તો પણ તમે નેટ બેકલેસ બ્લાઉઝની પસંદગી કરી શકો છો. નેટ બેકલેસ બ્લાઉઝમાં ઘણીબધી ડિઝાઇનના ઓપ્શન મળી જતા હોય છે.