Net worth of Gautam Adani nears Mukesh Ambani
  • Home
  • Business
  • ગૌતમ અદાણી ભારતના સૌથી વધુ અમીર મુકેશ અંબાણીની લગોલગ પહોંચી ગયા

ગૌતમ અદાણી ભારતના સૌથી વધુ અમીર મુકેશ અંબાણીની લગોલગ પહોંચી ગયા

 | 8:00 am IST
  • Share

  • 2021માં અદાણી જૂથના વડાની સંપત્તિ 85.8 અબજ ડોલર પર પહોંચી 

  • અદાણીની નેટવર્થ 4.91 અબજ ડોલર હતી તેમાં 20 મહિનામાં 1,747 ટકાનો ઉછાળો

અદાણી જૂથના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીને 2021નું વર્ષ જોરદાર ફળ્યું છે. 2021મા અદાણી જૂથના વડાની સંપત્તિ 158 ટકા એટલે કે 52 અબજ ડોલર ઊછળીને 85.8 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ વર્ષ દરમિયાન અદાણી જૂથની ઘણી લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય પણ વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયું છે. ગ્રૂપની લિસ્ટેડ છ કંપનીઓનું બજાર મૂલ્ય 9.91 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે ગૌતમ અદાણી વિશ્વના 14મા ક્રમના સૌથી અમીર બિઝનેસમેન થઈ ગયા છે એટલું જ નહીં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી પછી ભારત અને એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની હાલની નેટવર્થ 85.8 અબજ ડોલર છે તે ભારતના અને એશિયાના સૌથી ધનાઢય મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં 11.4 અબજ ડોલર ઓછી છે. અદાણીએ આ ઉછાળા દરમિયાન વૈશ્વિક મોરચે જે લોકોને પાછળ રાખી દીધા છે તેમાં ડેલ્કોમ્પ્યૂટર્સના માઇકલ ડેલ, બ્લુમબર્ગના માઇકલ બ્લુમબર્ગ, ટિકટોકના ઝેંગ યીમિંગ, નાઇકીના ફિલ નાઇટ, વોલમાર્ટના ત્રણ અધિકારીઓ એલિસ, વોલ્ટન, રોબ બાલ્ટન, જિમ બાલ્ટન, બેવરેજિસ ફાર્માના ઝોંગ શંનશાન અને ટેલિકોમના કાર્લોસ સ્લિમનો સમાવેશ થાય છે. 

ગૌતમ અદાણીની સંપત્તિમાં એપ્રિલ 2020 પછી એટલે કે, પાછલા 20 મહિનામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. 18 માર્ચ 2020ના રોજ ગૌતમ અદાણીની નેટવર્થ 4.91 અબજ ડોલર હતી જે 20 મહિનાની અંદર 1,747 ટકા ઊછળીને એટલે કે, 80.89 અબજ ડોલર ઊછળી ગઈ હતી. આ સમાન ગાળા દરમિયાન મુકેશ અંબાણીની નેટ વર્થ 254 ટકા એટલે કે 59 અબજ ડોલર વધી હતી. નોંધનીય છે કે અદાણી જૂથ ભારતનં સૌથી મોટું પોર્ટ ઓપરેટર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો