ઇઝરાયલનાં PM બેન્જામિન નેતન્યાહૂ બરાબરનાં ભરાયા, લાગ્યા ગંભીર આરોપો

ઇઝરાયલનાં અટોર્ની જનરલે ગુરૂવારનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં મામલે એક શૃંખલામાં ઔપચારિક રીતે આરોપ લગાવ્યો. આરોપો પ્રમાણે નેતન્યાહૂએ દેશની ડગમગી ગયેલી રાજનીતિ પ્રણાલીને વધારે અવ્યવસ્થામાં ફેંકી દીધી અને સત્તા પર લાંબા સુધી પકડ કરીને ડર પેદા કર્યો.
અટોર્ની જનરલ અવિચાઈ મંડેલબ્લિટે નેતન્યાહૂ પર છેતરપિંડી, વિશ્વાસ ભંગ કરવા અને ત્રણ અલગ-અલગ કૌભાંડોમાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો. આ પહેલીવાર છે કે ઇઝરાયલનાં કોઈ પ્રધાનમંત્રી પર ગુનાહિત આરોપ લગાવવામાં આવ્યા છે. મંડેલબ્લિટે ગુરૂવારનાં જ આ વિષયમાં ઔપચારિક નિવેદન જાહેર કર્યું હતુ.
નેતન્યાહૂની વિરુદ્ધ આરોપોમાં તેમની પર શંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેમણે પોતાના અબજોપતિ દોસ્તો પાસેથી સેંકડો ડૉલર શેમ્પેન અને સિગારનો સ્વીકાર કર્યો છે. એક સમાચાર પત્રનાં પ્રકાશક સાથે વેપાર કરવાની રજૂઆત કરી અને એક લોકપ્રિય સમાચાર સાઇટ પર અનુકૂળ કવરેજનાં બદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને એક અમીર ટેલીકોમ મેગ્નેટની મદદ કરી.
ફરિયાદી માટે નેતન્યાહૂએ રાજીનામું આપવાની જરૂરિયાત નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપો બાદ તેમના પર પદ છોડવાનો દબાવ વધશે. નેતન્યાહૂએ મીડિયા, પોલીસ, ફરિયાદી અને ન્યાય પ્રમાણીની વિરુદ્ધ આરોપ લગાવતા આને બદલાની રાજનીતિ ગણાવી.
આ વિડીયો પણ જુઓ: દાહોદમાં લાયસન્સ કઢાવવા માટે વાહનચાલકોએ અપનાવ્યો શોર્ટકટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન