netflix introduced the cheap plan offering 65 rupees weekly
  • Home
  • Technology
  • Amazon Primeને ટક્કર આપવા Netflixએ રજૂ કર્યો સૌથી સસ્તો પ્લાન

Amazon Primeને ટક્કર આપવા Netflixએ રજૂ કર્યો સૌથી સસ્તો પ્લાન

 | 5:07 pm IST

વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઇડર Netflixએ ભારતીય ગ્રાહકો માટે સસ્તો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ દર સપ્તાહે 65 રૂપિયા પણ તેનું સબ્સ્ક્રાઇબ થઈ શકે છે. જો કે, આ પ્લાન ફક્ત મોબાઇલ અને ટેબ્લેટ માટે જ છે. એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટારના સસ્તા પ્લાનને ટક્કર આપવા Netflix કંપનીએ આ નવી વ્યૂહરચના ઘડી છે.

નેટફ્લિક્સે ખાસ કરીને ભારતમાં અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. ગત અઠવાડિયે આવેલા મીડિયા અહેવાલ અનુસાર મોબાઇલ-ઓનલી પ્લાન હેઠળ યૂજર્સને તેમના સ્માર્ટફોન અથવા ટેબલેટ પર કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. નેટફ્લિક્સ ઇન્ડીયાની વેબસાઇટની યાદી નવા પ્લાનોમાં સાપ્તાહિક મોબાઇલ-ઓનલી પ્લાન 65 રૂપિયામાં, મૂળ પ્લાન 125 રૂપિયામાં, સ્ટાડર્ડ પ્લાન (બે સ્ક્રીનની અનુમતિ) 165 રૂપિયા અને અલ્ટ્રા પ્લાન (4કે માં ચાર સ્ક્રીન) 400 રૂપિયામાં છે.

જોકે મોબાઇલ-ઓનલી પ્લાન શોઝને એચડી અથવા 4કે ગુણવત્તામાં સપોર્ટ કરતું નથી. સૌથી વ્યાજબી પ્લાન લાવવા છતાં નેટફ્લિક્સ હજુપણ ભારતમાં ઓવર ધ ટોપ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તાજેતરમાં જ એપ્પલ મ્યૂઝિકે પોતાના 120 રૂપિયા પ્રતિ મહિનાના પ્લાનને ઘટાટીને 99 રૂપિયા કર્યા છે. તમને જણાવી દઇએ કે નેટફ્લિક્સના બધા પ્લાન એક મહિના માટે ફ્રી છે. ત્યારબાદ તેનો ચાર્જ હોય છે.

ઉલ્લેખનિય છે કે Netflixનો આ પ્લાન સસ્તો છે પરંતુ આ પ્લાનમાં એચડી ચેનલો અને અલ્ટ્રા એચડી ચેનલો શામેલ નથી. આ પ્લાન હેઠળ, લેપટોપ્સ અને ટીવી પર નેટફિક્સની વીડિયોઝ જોઇ શકાતી નથી અને ફક્ત એક જ સ્ક્રીનમાં વીડિયો જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન