Netflix to cancel membership of inactive members last one Year
  • Home
  • Technology
  • નેટફ્લિક્સનો ચોંકાવનારો નિર્ણય, આ પ્રકારના ગ્રાહકોનું એકાઉન્ટ થઇ જશે બંધ

નેટફ્લિક્સનો ચોંકાવનારો નિર્ણય, આ પ્રકારના ગ્રાહકોનું એકાઉન્ટ થઇ જશે બંધ

 | 4:03 pm IST

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ હવે તેવા ગ્રાહકોની મેમ્બરશિપ સમાપ્ત કરી દેશે જેમને ગત એક વર્ષથી તેનો ઉપયોગ કર્યો નથી. કંપની અનુસાર ઘણા એવા એકાઉન્ટ છે, જે મેમ્બરશિપની ફીસ તો આપી રહ્યા છે પરંતુ તેમણે ગત એક વર્ષથી કોઇ પણ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ કર્યું નથી. કંપની આ પ્રકારના એકાઉન્ટને ઇમેલ કરી નોટિફિકેશન મોકલી રહી છે.

કંપનીના ડાયરેક્ટર (પ્રોડક્ટ ઇનોવેશન) એડી વૂ અનુસાર આથી કંપની પર વધારે ભાર પડશે નહી કારણ કે, તેની સંખ્યા માત્ર કેટલાક લાખ એટલે કે 0.5 ટકા જ છે. કંપનીએ પહેલાથી જ તેને પોતાની નોટિફિકેશન ગાઇડેન્સમાં સામેલ કરી લીધી છે.

કંપની મોકલી રહી છે કે, નોટિફિકેશન

નેટફ્લિક્સ તે લોકોને પણ નોટિફિકેશન મોકલી રહ્યું છે જેમણે 2 વર્ષથી આ પ્લેટફોર્મ પર કંઇ જોયુ નથી, તમામ નિષ્ક્રિય સભ્યોને નોટિફિકેશન મોકલાઇ રહી છે કે શું તેઓ પોતાની મેમ્બરશિપ યથાવત રાખવા માંગે છે કે નહી. જો કોઇનો જવાબ આવશે નહી તો કંપની તેમની મેમ્બરશિપ સમાપ્ત કરી દેશે.

જોકે કંપની કોઇ પણ મેમ્બર એકાઉન્ટની ફેવરીટ, અલગ-અલગ પ્રોફાઇલ અને કેન્ટેન્ટની પસંદને આગામી 10 મહિના સુધી યથાવત રાખશે. જેથી કોઇ સભ્ય જો ફરીથી પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરાવે છે તો તેમને પોતાનું એકાઉન્ટ જૂની સ્થિતિમાં જ મળશે.

એડી વૂ એ કંપનીના આ પગલા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, ગ્રાહકો વચ્ચે કંપનીની એક સારી છબી બને. તેમણે કહ્યું,”અમને આશા છે કે આ નવી રીતથી તેઓ પોતાની મહેનતની કમાણીને બચાવી શક્શે”.

આ વીડિયો પણ જુઓ: અમરેલીના સાવરકુંડલામાં બાળકી સાથે દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન