netflix-to-youtube-you-will-now-only-be-able-to-watch-videos-in-sd-quality
  • Home
  • Technology
  • લોકડાઉનમાં ઘરે બેસીને નેટફ્લીક્સ કે યુટ્યુબ જોતા લોકો માટે માઠા સમાચાર, હવે ફક્ત…

લોકડાઉનમાં ઘરે બેસીને નેટફ્લીક્સ કે યુટ્યુબ જોતા લોકો માટે માઠા સમાચાર, હવે ફક્ત…

 | 2:44 pm IST

જો તમે લોકડાઉનમાં ઘરે સમય પસાર કરવા માટે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ કે પછી યુ ટ્યુબ જોવા માટે ટેવાયેલા છો તો તમારા માટે માઠા સમાચાર છે. ઓનલાઇન સ્ટ્રીમીંગ કંપનીઓએ 14 માર્ચ સુધી વીડિયોની ક્વોલીટી ઘટાડીને HDથી ઘટાડીને SDકરવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ઘોષીત કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. જેની સીધી અસર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પડી રહ્યો છે. આ કારણે ઇન્ટરનેટની સ્પીડ ઘટી ગઇ છે. આ દબાણને ઓછું કરવા માટે ઘણી કંપનીઓએ હાઇ ડેફીનેશન (HD) વીડિયો સ્ટ્રીમીંગને સ્ટ્રાન્ડર્ડ ડેફીનેશન (SD)માં કરવાનો નિર્ણય લીધો છે.

હવે યુઝર્સને ફક્ત સ્ટ્રાન્ડર્ડ ડેફિનેશન એટલે કે SD વીડિયો જ જોવા મળશે. આ અંગે પ્રસાર ભારતીનું કહેવું છે કે એમેઝોન પ્રાઇમ અને નેટફ્લીક્સ જેવી વીડિયો સ્ટ્રીમીંગ કંપનીઓને 14 માર્ચ સુધી સ્ટ્રાન્ડર્ડ ડેફિનેશન ક્વોલીટી સાથે કંટેટ રજુ કરવાનું રહેશે એટલું જ નહીં વીડિયોનું બિટરેટ 480પી થી વધુ ન હોવું જોઇએ.

આ વીડિયો પણ જુઓ : કોરોના પોઝિટિવ કેસના દર્દીઓનું  ફ્લાઇટ લિસ્ટ જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન