netizens skinny shamed sonarika bhadoria gets befitting reply in return
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનારિકાના ફોટો પર એક યુઝરે કોમેન્ટ કરી કે તારુ પેન્ટ ઢીલું છે, પછી થયો ખરાખરીનો જંગ

સોનારિકાના ફોટો પર એક યુઝરે કોમેન્ટ કરી કે તારુ પેન્ટ ઢીલું છે, પછી થયો ખરાખરીનો જંગ

 | 11:04 pm IST

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝનું ટ્રોલ થવું એ કોઈ નવી વાત નથી. પરંતુ એક સમયે સોશિયલ મીડિયા સુવિધા કરતાં અસુવિધા વધારે બની ન જાય તો સારું. હાલમાં જ ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદૌરીયાએ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. તો યુઝરોને જાણે નવરા બેઠા બેઠા કામ મળી ગયું એવું વર્તન કર્યું. લોકોએ અભિનેત્રીના શરીર અને કપડાની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. પરંતુ આ વખતે સોનારિકા ચૂપ બેસી નહીં. તેમણે એક પછી એક લોકોને પસંદ કરીને જવાબ આપ્યો અને સામેવાળાની બોલતી બંધ કરી દીધી.

View this post on Instagram

Are you lost babyboy?

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

જ્યારે સોનારિકાએ તેના ફોટો પોસ્ટ કર્યો ત્યારે તે ઘણી ચર્ચામાં આવી હતી. તો કેટલાક યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું, ‘તું સુકાઈને મરી જઈશ. જેના જવાબમાં સોનારિકાએ પણ યોગ્ય જવાબ આપ્યો. અભિનેત્રીએ લખ્યું કે, તું તો આટલો ફેલાયેલો છે તો હજી સુધી કેમ ફાટીને મરી નથી ગયો?’

એ જ રીતે બીજા એક યુઝરે લખ્યું કે, ‘આ 28ની કમર છે, તો તમે 34 સાઈઝનું પેન્ટ કેમ લીધું?’ તેના જવાબમાં ટીવીની ‘પાર્વતી’એ લખ્યું,’ તારા પપ્પાએ જીન્સ માટે પૈસા આપ્યા છે? નહીં ને… તો ચૂપ થઈ જા. બીજા એક યુઝરે લખ્યું, ‘દીદી પેન્ટ ખૂબ જ ઢીલું છે.’ આ અંગે સોનારિકાએ જવાબ આપ્યો, “બિલકુલ તારા મગજના સ્ક્રૂ જેવું” આ પહેલા પણ સેલિબ્રિટીઝને ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ આ બાબત ચોક્કસ છે કે હવે તેઓ ટ્રોલરો સાથે વ્યવહાર કરવાનું પણ શીખી ગયા છે.

આ વીડિયો પણ જુઓ: મદન શર્મા મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન