never donate these things after the sun sets spiritual
  • Home
  • Astro
  • સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઇને ન કરશો આ વસ્તુઓનું દાન થશો કંગાળ

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઇને ન કરશો આ વસ્તુઓનું દાન થશો કંગાળ

 | 2:19 pm IST
  • Share

  • સંધ્યા સમયે માતા લક્ષ્મીનું થાય છે ઘરમાં આગમન
  • ભૂલથી પણ કેટલીક વસ્તુઓ કોઇને સૂર્યાસ્ત પછી ન આપશો
  • સાંજના સમયે પૈસાની લેતી-દેતી કરવાથી ઘરમાં આવે દરિદ્રતા

 

હિન્દુ ધર્મમાં દાન-પૂણ્યનું એક અલગ જ મહત્વ છે. આપણે ત્યાં દરેક તહેવારને ખુબજ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દાન કરવાથી જરૂરિયાત મંદની મદદ થાય છે. જો કે દાન કરવાને લઇને કેટલાક નીતિ નિયમો હોય છે. દાન આપવાનો ચોક્કસ સમય હોય છે. ઘણીવાર આપણે વડીલો પાસેથી એવું પણ સાંભળ્યુ હશે કે સૂર્યાસ્ત પછી દાન કરવાથી નસીબ બગડી શકે છે.

સૂર્યાસ્ત પછી એટલે કે ગોઘુલી કે સંધ્યા સમયે આ વસ્તુઓનું દાન ક્યારેય ન કરજો. તમે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો તે જાણવું જરૂરી છે તમારે શું અને કયા સમયે દાન કરવું જોઈએ, જે તમારા માટે ફાયદાકારક છે. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી અમુક વસ્તુઓનું દાન ન કરો જો તમે દાન કરો તો તમારું નસીબ બગાડી શકે છે ચાલો તમને જણાવીએ કે કઈ વસ્તુઓ સૂર્યાસ્ત પછી દાન ન કરવી જોઈએ.

આ પણ વાંચો: સૂર્ય કરશે તુલા રાશિમાં પ્રવેશ, મેષથી લઇને મીન પર જાણીલો પ્રભાવ

લસણ અને ડુંગળી
સૂર્યાસ્ત પછી લસણ અને ડુંગળી કોઇને ન આપશો આનાથી દરિદ્રતા આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર લસણ અને ડુંગળીનો સંબંધ કેતુ ગ્રહ સાથે છે. કેતુ ગ્રહ નકારાત્મક શક્તિઓનો સ્વામી છે. એવું કહેવાય છે કે આ સમયે મેલીવિદ્યા જેવા કામો કરવામાં આવે છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત પછી લસણ અને ડુંગળી કોઇને ન આપવી જોઈએ.

પૈસાની લેતી-દેતી
ઘણી વખત આપણે આપણા વડીલો પાસેથી સાંભળીએ છીએ કે સૂર્યાસ્ત પછી કોઈએ પૈસા ન આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી તે સમયે ઘરમાં પ્રવેશ કરે છે. જો આપણે સાંજે કોઈને પૈસા આપીએ, તો લક્ષ્મીજી બીજાના ઘરે જશે.

હળદર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી કોઈને પણ હળદર ન આપવી જોઈએ. શાસ્ત્રો અનુસાર જો આપણે તેને સૂર્યાસ્ત પછી કોઈને આપીએ તો ગુરુ ગ્રહ નબળો પડે છે. આમ કરવાથી સમસ્યાઓ ઉભી થઈ શકે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો