Never gift these 8 things to anyone you will be harmed
  • Home
  • Astrology
  • આ 8 વસ્તુ ક્યારેય ન કરો કોઈને ગિફ્ટ, નહીંતર થશે પોતાના જ પગ પર કુહાડી માર્યા જેવું

આ 8 વસ્તુ ક્યારેય ન કરો કોઈને ગિફ્ટ, નહીંતર થશે પોતાના જ પગ પર કુહાડી માર્યા જેવું

 | 12:39 pm IST

Never gift these 8 things to anyone you will be harmed

આપણે ત્યાં તહેવાર હોય કે કોઈ ખાસ અવસર આપણે એકબીજાને ભેટ સોગાદો આપીએ છીએ. જો કે આ ભેટ આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો. કેમકે કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે જે તમારા જીવન પર અસર કરે છે. આથી ભુલથી કોઈને આવી ગિફ્ટ ન આપશો.

પાણી સાથે જોડાયેલી વસ્તુઓ કે શો-પીસ
તમે કોઈને ભેટ આપો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈને પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ભેટ ન આપશો. જેમકે એક્વેરિયમ, ફિશ બાઉલ, વોટર બોલ. વાસ્તુ અનુસાર આવી વસ્તુઓ કોઈને ભેટ આપશો તો આર્થિક પરેશાનિઓનો સામનો કરશો. પૈસાની તંગી અનુભવશો.

ભગવાનની મૂર્તિઓ કે તસવીર
વાસ્તુ અનુસાર ભગવાનની મૂ્ર્તિઓ અને તસવીરોને ગિફ્ટ ન આપવી જોઈએ.

ધારદાર વસ્તુઓ ન આપો દાન
એવી કોઈ વસ્તુ જેમાં ધારદાર હથિયાર હોય આવી ભેટ દોસ્તો કે પરિવારને ન આપશો.

સિક્કા કે વાસણ
જો કોઈને વાસણ ભેટ તરીકે આપો છો તો પાણીનો ગ્લાસ, જગ, સોના ચાંદીના વાસણ લક્ષ્મી ગણેશજી હોય તેવા વાસણ ભેટમાં ન આપશો આવું કરશો તો ઘરમાં રહેલી લક્ષ્મી રિસાઈ જશે.

પરફ્યુમ
કોઈને પણ પરફ્યુમ ભેટ ન આપશો. પરફ્યુમ ભેટ આપવાથી નકારાત્મક્તા વધશે. સંબંધોમાં તિરાડ પડશે.

હિંસા અને નિરાશાવાદી તસવીરો
લોકો ભેટમાં તસવીરો કે પેન્ટીંગ આપવાનું પસંદ કરે છે. પણ તમે હિંસાત્મક જાનવર જેવાકે સિંહ, વાઘ, કે કોઈ દુખ કે તકલીફ દર્શાવતી તસવીરો ન રાખશો. આનું કરવાથી જીવનમાં નિરાશા આવી જશે. મોટાભાગે લોકો જે ધંધો કે રોજગાર કરતા હોય તે અનુસાર ભેટ આપે છે. પણ આવું કરવુ જોઈએ નહી. કોઈ લેખકને ક્યારેય પેનન આપવી. ડોક્ટરને થર્મોમીટર સિંગરને ગિટાર ભેટ ન આપવી. સફળતા દૂર થઈ જશે.

કાળા રંગની વસ્તુઓ ન આપશો
કોઈને ભેટ આપો ત્યારે રંગનું ખાસ ધ્યાન રાખવામાં આપી છે. વાસ્તુ અનુસાર કાળો રંગ વાપરવો યોગ્ય ગણાશે નહી. આ રંગનો ઉપયોગ અપશુકન ગણાશે.

આ Video જુઓ: જાણો ખાસ વાત કઇ રીતે પિતૃઓને કરશો તૃપ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન