never-keep-this-things-in-microwave-it-will-react-to-your-body
  • Home
  • Featured
  • આ વસ્તુઓને માઈક્રોવેવમાં મૂકવાની ભૂલ ક્યારેય ન કરતા

આ વસ્તુઓને માઈક્રોવેવમાં મૂકવાની ભૂલ ક્યારેય ન કરતા

 | 12:51 pm IST

આજના સમયમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓએ આપણું જીવન સરળ બનાવી દીધું છે. જેનો રોજિંદા ઉપયોગથી અનેક સોલ્યુશન પળવારમાં મળી જાય છે. જેમ કે, જમવાનું બનાવવાથી લઈને ગરમ કરવાના મામલે રાહત. કેમ કે હવે ઘરોમાં માઈક્રોવેવ અને ઓવન આવી ગયા છે. પરંતુ કેટલીક વસ્તુઓને માઈક્રોવેવ તથા ઓવનમાં મૂકવાથી બચવું જોઈએ. કેમ કે, તે આપણા શરીરને ગંભીર નુકશાન કરી શકે છે. ખાદ્ય પદાર્થો ઉપરાંત કેટલાક કન્ટેનર પણ એવા છે, જેને ઓવનની અંદર રાખીને ગરમ કરવાથી હેલ્થને નુકશાન થાય છે. તો આજે જાણી લો આ વસ્તુઓ વિશે…

પ્લાસ્ટિક કન્ટેનર
અનેકવાર લોકો ઓવનમાં પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પ્લાસ્ટિકમાં એસ્ટ્રોજન જેવા વિષાક્ત કેમિકલ હોય છે, જે ગરમ થવા પર ભોજનની અંદર પ્રવેશે છે અને તેનાથી આપણા શરીરમાં પ્રવેશની ઘાતક પરિણામ આપે છે. તેથી પ્લાસ્ટિકની ચીજોમાં ક્યારેય ગરમ વસ્તુ મૂકવી જોઈએ નહિ. તેના બદલે બીજા વાસણોનો ઉપયોગ કરવો.

ઉકાળેલા ઈંડા
ઈંડાના માઈક્રોવેવમાં અંદર રાખને ગરમ કરવાના કોઈ જ ફાયદા નથી, ઉલ્ટાનું નુકશાન છે. કેમ કે, ઈંડાને ગરમ કરવાથી તે ફૂટી જાય છે અને આખા માઈક્રોવેવમાં ફેલાઈ જાય છે. તેનાથી આંગળીઓ પણ બળી શકે છે.

સ્ટેનલેસ સ્ટીલના મગ
સ્ટેનલેસ સ્ટીલના મગને માઈક્રોવેવમાં ગરમ કરવાથી હેલ્થને નુકશાન થઈ શકે છે. તેનાથી માઈક્રોવેવને પણ નુકશાન થઈ શકે છે. તેથી ચા કે કોફીને ઓવનમાં ગરમ કરતા ગેસ પર
ગરમ કરવું વધુ હિતાવહ છે.

પાણી
માઈક્રોવેવમાં પાણી ક્યારેય ગરમ ન કરવું. ઓવર હીટિંગને કે ઉકળતા પાણીની વરાળથી માઈક્રોવેવને નુકશાન પહોંચી શકે છે.

સ્ટયરોફોમ કન્ટેનર
કેટલાક લોકો સ્ટાયરોફોમ કન્ટેનરમાં ખાવાનું પેક કરીને રાખી લે છે, અને બાદમાં આળસને કારણે એ જ વાસણ ગરમ કરવા મૂકી દે છે. આવું કરવાથી ભોજનમાં નુકશાનકારક કેમિકલ સામેલ થઈ શકે છે.

માંસ
ઓવનમાં માંસ ગરમ કરવાથી માંસનું લેયર જરૂર કરતા વધુ પાતળુ થઈ જાય છે. તેની કિનાર વધુ પકાઈ જાય છે અને વચ્ચેથી સારી રીતે પકતું નથી. જેનાથી બેક્ટેરીયા રહી જવાની શક્યતા વધે છે. જે શરીર પર નુકશાન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, માઈક્રોવેવમાં ખાવાનું બનાવવા માટે કે ગરમ કરવા માટે વિશેષ પ્રકારના કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ.