પોતાની થનારી પત્નીને ક્યારેય ન કરવી આ વાતો, નહિં તો પસ્તાશો - Sandesh
  • Home
  • Sex & Relationship
  • પોતાની થનારી પત્નીને ક્યારેય ન કરવી આ વાતો, નહિં તો પસ્તાશો

પોતાની થનારી પત્નીને ક્યારેય ન કરવી આ વાતો, નહિં તો પસ્તાશો

 | 5:45 pm IST

લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, છોકરાઓ પોતાના પાર્ટનર સાથે લગ્ન કરતા પહેલાં તેમને કેટલીક વાતો કહી દે છે. જેનાથી તેમને તકલીફ થઈ શકે છે. આ વાત છોકરા માટે બહુ સામાન્ય હોય છે, પરંતુ છોકરીઓ આ વાતને લઈને હેરાન થાય છે અને તમારો નવો સંબંધ શરૂ થાય તે પહેલા તેમાં ઝગડા શરૂ થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, કે લગ્ન પહેલાં તમારે મારી થનારી પત્નીને આ વાતો શા માટે કયારેય ના કરવી જોઈએ.

થનારી પત્ની સાથે ક્યારે ના કરશો આ વાત :

– લગ્ન પહેલા તમે જીમ જોઈન કરી લો, થોડી પાતળી થઈ જઈશ તો સારી લાગીશ તેવું ના કહેવું જોઈએ.

– તારી ફેમિલીના લોકો મને નથી પસંદ. કોઈ પણ છોકરીને કયારે આવી વાત ના કરવી જોઈએ, કેમ કે, કોઈ પણ છોકરી તેના પરિવાર વિશે ખરાબ નહી સાંભળી શકે.

– કોઈ પણ બીજી છોકરીના વખાણ ના કરવા જોઈએ. કોઈ પણ છોકરી આ વાતને એક-બે વાર મજાકમાં સાંભળી લેશે પણ વાંરવાર તે નહી સાંભળે.

– લગ્ન પછી તારી ફ્રેન્ડ મારા ઘરે ના આવવી જોઈએ. તે બહુ હાઈ-ફાઈ છે અને તારે આવી છોકરી સાથે વાત પણ ના કરવી જોઈએ તેવું ભૂલથી પણ ના કહેવું.

– મને બાળકો બહુ પસંદ છે. આપણા પણ 6-7 બાળકો હોવા જોઈએ તેવું ક્યારે પણ ના કહેવું જોઈએ.

– લગ્ન પછી તું જીન્સ ટી શર્ટ નહી પહેરી શકે, અમારા ત્યાં સાડી જ પહેરવી પડશે.

– મમ્મી કહે છે કે તેમની વહુ સંસ્કારી હોય અને તેમની સેવા કરે. એટલા માટે લગ્ન પછી મમ્મી કહેશે તે રીતે રહેવું પડશે.